________________
-
ભાવના કલ્પલતા
(૩૦૩ આણે કર્યું આણે કર્યું ના કાર્ય એવી કોઈની, વાટ જોતે મૃત્યુ ના સંભાર શિક્ષા વીરની.૩૯૬
અર્થ-જે ઉત્તમ કાર્યોને આવતી કાલે કરવાની ઈચ્છા રાખે છે, તેને આવતી કાલનો ભરોસો ન રાખતાં આજેજ કરી લે, અને જે કાર્ય તું મધ્યાન્હ–બપોરે કરવા ઈચ્છે છે તે કાર્ય ઝટ સવારમાં જ કરી લે, કારણ કે મૃત્યુરૂપી રાક્ષસ આ જ કાર્ય કરી લીધું છે ને આ જીવે કાર્ય નથી કર્યું એવી કોઈની રાહ જોતો નથી. એ પ્રમાણે શ્રી વિરપ્રભુની શીખામણ-ઉપદેશ છે, તેને તું યાદ કરજે. ૩૯૬
બાલ્યવયના સંસ્કારનો પ્રભાવ જણાવે છે – મત્ત કરિના કાન જેવી જીવ! જુવાની જાણીએ, બલ્યમાં સંસ્કાર જેવા વૈાવને તે પામીએ સંસ્કાર સારા જિમ ટકે તેવા નિમિત્તે સેવીએ, નિર્દોષ ચિાવન જેહનું તે પુણ્યશાલી માનીએ.૩૭
અર્થ – હે જીવ! મદોન્મત્ત હાથીના ચપળ કાન જેવી આ જુવાની છે અને તે જરૂર જવાની છે એમ જાણજે. તેમજ બાળપણમાં જેવા સારા કે નરસા સંસ્કાર પડયા હોય તેવા સંસ્કાર યુવાવસ્થામાં પણ આવે છે, માટે જે રીતે સારા સંસ્કાર ટકી રહે તેવાં સારાં નિમિત્તો-સાધને સેવવાં અને એવાં ઉત્તમ સાધન તથા સંસ્કારથી જેનું યૌવન નિર્દોષ વત્તતું હોય, તેજ જીવને ભાગ્યશાળી જાણ. ૩૯૭