________________
૩૦૨
શ્રી વિજ્યપદ્વરિત
વતા નથી, તેઓ જ બુદ્ધિશાલી ડાહ્યા કહેવાય. આ બાબતને તું બહુ સ્થિર થઈને વિચાર કરે છે. વળી હે જીવ! પુણ્યરૂપી કિંમત આપીને ઘણાં કાળે તે આ માનવ દેહરૂપ હેડી ખરીદી છે, માટે તે હોડી ભેદાય એટલે કાણ થાય, અથવા હોડી અથડાઈને ભાગી જાય તે પહેલાં જ તું ધર્મ કાર્યો કરવાને ઉતાવળ કર, પરન્તુ આળસ ન કરીશ. ૩૯૪
બે કલાકમાં અચાનક મરણ થશે, એમ જણાવે છે – ક્ષણ જાય લાખેણો ગણીને જીવ! ઝટ તું ચેતજે, ત્રણ રાક્ષસે કેડે પડ્યા જન્માદિને ના ભૂલજે; જેમની સાથે રમ્યો હું તેહ ઘરડા થઈ ગયા, જેમની સાથે જો હું તેહ પણ ચાલ્યા ગયા.૩૫
અર્થ – હે જીવ! તારે લાખેણે અવસર (લાખ રૂપીઆ જેટલી કિંમતને સમય) નકામે વહી જાય છે, એમ વિચારીને ત્યારે જલદી ચેતવું જોઈએ, કારણ કે જન્મ જરા ને મરણ એ ત્રણ રાક્ષસો હારી પાછળ પડેલા છે. તે ભૂલીશ નહિં. તથા તારે એમ પણ વિચારવું કે- જેમની સાથે હું બાળપણમાં રમે હતો તેઓ હવે કાળ જતાં ઘરડા થયા. અને જેમની સાથે બેસીને હું જમ્યો હતો, તે પણ કાળ જતાં પહેલેકમાં ચાલ્યા ગયા. એ પ્રમાણે વિચારીને તું પણ હવે જલદી ચેતી જા. ૩લ્પ જે કામ કરવા કાલ ચાહે આજ તે લેજે કરી, મધ્યાહ કેરૂં કામ તું પરભાતમાં લેજે કરી;