________________
૩૦૦
શ્રી વિજયપધસૂરિકૃત
કળા દેખાડવા આંબાની લંબ તેડી ત્યારે વેશ્યા શ્રાવિકાએ સરસવના ઢગલા પર સંય ગોઠવી તેની ઉપર નાચ કરી સુતારને ગર્વ ઉતાર્યો. ત્યાર બાદ ઘણાંજ હેતથી જૈનધર્મ પાળી વેશ્યાએ પિતાને મનુષ્ય ભવ સફળ કર્યો. ૩૯૦ .
શીલવંતના નામ સંભારવા, એમ કહે છે – ઊઠી પ્રભાતે ભાવના એ ભાવવી શીલધારીના, વલિ નામ લેવા હોંશથી રાગી બનીને શીલના; શ્રી મલ્લિ નેમિ જિનેશ્વરા શ્રી જબૂસ્વામી કેવલી, શ્રી યૂલિભદ્રાદિક નમીએ સતિ સુભદ્રાદિક વલી.૩૯૧
અર્થ:-હંમેશાં સવારે ઉઠીને શીલની ભાવના ભાવવી, અને શીલવ્રતના અનુરાગી બનીને જે જે ગુણવાન આત્માએએ શીલવ્રત પાળ્યાં છે તેઓનાં હર્ષથી નામ લેવાં. શ્રી મલ્લિનાથ નેમિનાથ જેવા જિનેશ્વરે તથા જંબુસ્વામી કેવલી અને સ્થૂલિભદ્ર વિગેરે મહાપુરૂષોને તથા સ્ત્રીઓમાં સુભદ્રા સતી આદિ મહાસતીઓ, આ બધાએ અદ્ભુત શીલનું પાલન કર્યું છે. માટે તેમને નમસ્કાર કરવો. ૩૯૧
આયુષ્યની ચપલતા જણાવે છે – પવનથી અસ્થિર ધજા સમ જીવ ! જીવિત જાણજે, નિરૂપક્રમાયુ અલ્પ સેપમ ઘણું અવધારજે સંવેગ માલામાં કહેલા સાત ઉપક્રમને સ્મરી, ઝટ સાવધાન થજે ફરજ સંભારજે તું ફરી ફરી.૩૨
અર્થ-હે જીવ! આ જીવતર પવનથી આમ તેમ હાલતી ધજાની જેવું ચપલ (ક્ષણિક) છે, એમ જાણજે. વળી નિરૂપકમ અને સોપકમ આયુષ્યવાળા જીમાં નિરૂપકમ