________________
ભાવના કલ્પલતા
૨૯૯
ઉગતી જુવાની છે છતાં ક્ષણ વૃષ્ટિનો પણ તે છતાં, કંદર્પ જીતતા સ્થાલિભદ્ર વિરાગતાને ધારતા.૩૮૯
અર્થ:--શ્રી રધૂલિભદ્રજી મહારાજ જે વેશ્યાને ઘેર ચોમાસુ રહેવા ગયા છે તે વેશ્યા હંમેશાં સ્થૂલિભદ્ર ઉપર રાગવાળી છે; તેમજ સ્થૂલિભદ્રજીનું વચન માન્ય કરે એવી છે. તેમજ તેમને ખટરસ ભેજન ખાવાને મળે છે, અને તે કામરાગ ઉત્પન્ન થાય એવી ચિત્રશાળા વાળા મહેલમાં રહે છે. તથા સ્કૂલિભદ્રજીની યુવાવસ્થા પણ ઉગતી-નવીન છે. (ભરજુવાની છે), અને કામ વાસનાને પોષનાર વર્ષોહતુ. જેવો સમય છે. એ પ્રમાણે સર્વ સાધને કામરાગને ઉત્પન્ન કરે એવા છે છતાં પણ દઢ વૈરાગ્યને ધારણ કરીને શ્રી
સ્થૂલિભદ્ર ચોમાસામાં પોતાની અનુરાગી વેશ્યાને ત્યાં રહીને કામદેવને જીત્યો ૩૮૯ વેશ્યા બની વ્રત ધારિણી રથકારને પ્રતિબોધતી, રત્ન કંબલ ખાલ ફેંકી સાધુને પ્રતિબોધતી; કરી નાચ સર્ષપ રાશિમાં રથકારનો મદ ટાલતી, પાલીને જિન ધર્મ હેતે ભવ સફલતા સાધતી.૩૬
અર્થ –ધૂલિભદ્ર કામદેવને છે એટલું જ નહિં પરંતુ પોતાના ઉપદેશથી વેશ્યાને પણ બાર વ્રત ધરનારી શ્રાવિકા બનાવી. અને એ શ્રાવિકાએ રાજાએ મેકલેલા સુથારને પણ પ્રતિબંધ પમાડે. તથા સ્થૂલિભદ્રની ઈર્ષ્યાથ ચોમાસુ રહેવા આવેલા સાધુને કામી બનાવી તેની પાસે મહાકષ્ટ પ્રાપ્ત થતી રત્નકંબલ મંગાવી તેને ખાળમાં ફેંકી દઈને તે સાધુને પ્રતિબંધ પમાડ. તથા સુતારે પિતાની