________________
ભાવના કલ્પલતા
૨૯૭
કલ્પવૃક્ષ પણ શીલવ્રત છે, અને શીલવત સર્વ પ્રકારના રોગ અને સર્વ પ્રકારના સંકટ દૂર કરે છે. શાસ્ત્રમાં શીલવતનો મહિમા ઘણે જણાવ્યું છે. ૩૮૫ | ચાલુ પ્રસંગે દાખલો આપે છે – ચિંતા અનલને ઠારવાને મેઘ જેવું શીલ છે, જય વિજયને તેજ આપે શીલ ગુણ સરદાર છે; સીતા અનલમાં હોમતી નિકાયને પણ ના બલે, અગ્નિ બન્યો જલરૂપ તું તે જાણશુભશીલના બલે.૩૮૬
અર્થ –ચિન્તા રૂપી અગ્નિને શાંત કરવા માટે શીલ મેઘ એટલે વરસાદ સરખું છે, તે શીલના પ્રભાવથી જય અને વિજય મળે છે. તેથી શીલને ગુણેના સરદાર સરખું એટલે શ્રેષ્ઠ કહ્યું છે. સતી સીતાએ કસોટી માટે પોતાના શરીરને અગ્નિમાં નાંખ્યું, પરંતુ તે શરીર બન્યું નહિ. કારણકે તેને સારા શીલ ગુણના બળથી અગ્નિજ પાણું રૂપ થઈ ગયે. ૩૮૬
ઉત્કૃષ્ટ ભૂષણ જણાવે છે – એશ્વર્યનું ભૂષણ મધુરતા વચન ગુપ્તિ શૈર્યનું, શમ નાણુનું મૃતનું વિનય છે તિમ સરલતા ધર્મનું અક્રોધ તપનું ને ક્ષમા બલવંતનું ભૂષણ ભલું, ઉત્કૃષ્ટ ભૂષણ સર્વ ગુણનું જાણુ શીલ સુલંકરૂં.૩૮૭
અર્થ:--વળી વૈભવ પ્રાપ્ત થવાથી જે ઠકુરાઈ મળી તેનું ભૂષણ જેમ મધુરતા છે, અને શૂરવીર પુરૂષનું ભૂષણ વચનગુપ્તિ છે, તથા જ્ઞાનનું ભૂષણ સમતા છે, અને શ્રુત