________________
૨૮૨
શ્રી વિપરિત
પતિ જાય સાથે મિત્રની પરદેશ સાધી કાર્યને, મિત્ર પાછો આવતે શુભ પત્ર તેને લઈને ૩૫૯
અર્થ:--શીલવતીના દષ્ટાન્તથી દુ:ખના સમયમાં પણ પિતાના શીયલ વ્રતને ટકાવી રાખવું જોઈએ. તે દષ્ટાન્ત આ પ્રમાણે શીલવતી સમુદ્રદત્તની પત્ની હતી. અને નામ પ્રમાણે દઢ શીયલને ધારણ કરતી હતી તેને પતિ મિત્રની સાથે પરદેશ ગયા હતા. ત્યાં કાર્ય પૂરું કરીને મિત્ર તેના પતિના શુભ સમાચારને પત્ર લઈને પાછો આવ્યો. ૩૫૯
કઈ યુક્તિથી શીલવતીએ શિલરક્ષા કરી? તે જણાવે છે -- પત્ર લેવા જાય શીલવતી જોઈને મહી બને, રાતના પહેલા પ્રહરમાં આવવું કહે તેહને; જાય સેનાપતિ કને પણ ત્યાં જતાં તેવું બને, બીજા પ્રહરમાં આવવું એવું કહે સતી તેહને ૩૬૦
અર્થ: શીલવતી પત્ર લેવા તેની પાસે ગઈ ત્યારે તે બ્રાહ્મણ મિત્ર તેને જોઈને તેના ઉપર મહીત છે. તેથી તેણે તેણીની પાસે ભેગની પ્રાર્થના કરી. યુક્તિ ગોઠવીને તેને પોતાને ઘેર રાત્રીના પહેલા પહોરે આવવાનું કહી તે શીલવતી ત્યાંથી સેનાપતિ પાસે ગઈ ત્યારે સેનાપતિ પણ તેનું રૂપ જોઈ મેહત થવાથી તેને રાત્રીના બીજા પહેરે આવવાનું શીલવતી સતીએ કહ્યું. ૩૬૦
તેજ શીલયુક્તિની વાત ચાલે છે – ત્રીજા અને ચોથા પ્રહરમાં આવવા નૃપ મંત્રિને, કહી ઘેર સાસુને વદે ચેથા પ્રહર જતાં મને,