________________
ભાવના કલ્પલતા
૨૮૯
અર્થ:-હાથી જેમ અંકુશથી વશ થાય છે, તેમ રાજીમતી સતીનાં વચન પણ અંકુશના જેવા છે તેથી હાથી સરખા શ્રી રથનેમિ મુનિ રાજીમતીનાં વચનથી સંયમ માર્ગમાં સ્થિર થયા, અને શ્રી નેમિનાથ પ્રભુની પાસે જઈને તેમની આજ્ઞા અંગીકાર કરીને પ્રાયશ્ચિત લઈ નિર્મળ થયા, અને સંયમને સાધવામાં સંપૂર્ણ ઉલ્લાસી બનીને (સંપૂર્ણ પરાક્રમ ફેરવીને) મેક્ષ પદ પામ્યા. ૩૭૧
રાજીમતીનું જીવન જણાવે છે - વર્ષ ચઉ સય ઘર વિષે ઇગ વર્ષ છદ્મસ્થત્વમાં, કેવલ લહી સંય પંચ વર્ષ સુધી વિચરતી વિશ્વમાં વર્ષ નવસે એક આયુ પૂર્ણ કરીને તે સતી, મુક્તિ મહેલે મહાલતી ને નામ અહિંયાં રાખતી.૩૭ર
અર્થ --રાજીમતી સતી ૪૦૦ વર્ષ ગ્રહવાસમાં રહ્યા. ૧ વર્ષ છદ્મસ્થપણે રહ્યા. ત્યાર પછી કેવળજ્ઞાન પામીને ૫૦૦ વર્ષ સુધી કેવલિપણે પૃથ્વી પર વિચર્યા, એ પ્રમાણે ૯૦૧ વર્ષનું આયુ પૂર્ણ કરીને તે સતી મેક્ષના સુખ પામ્યા. અને તેમણે સતી તરીકે અહીયાં અમર નામ રાખ્યું. ૩૭૨
મલયાસુંદરી કંદને સમજાવે છે – કંદર્પની નજરે ચઢી દુખિયારી મલયા સુંદરી, અહ દખદેતવિષયી ભૂપ જસ દીલમાં ન દયા જરી; દુઃખને વધાવી લે સતી તે એક શીલના કારણે, બોલતી નૃપ આગલે મિ વચનને નિર્ભયપણે.૩૭૩ ૧૯