________________
શ્રી વિજયપદ્મસુકૃિત
અર્થ :--તમને શીખામણ આપવાને માટે હું ચેાગ્ય (લાયક ) નથી. પરંતુ એ કાર્ય તા તમારૂં છે. તમે પંચની સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કર્યું છે. માટે હવે આથી વધારે તમને શું કહું? જે સાત વખત નરકમાં લઈ જાય તેવું ચારિત્રને તજવાનું કામ તમે કેમ કરો છે? માટે પ્રભુએ કહેલા સીધા માર્ગ સાધીને આપના ભવિષ્યને સુધારા. ૩૬૯
વગર વિચાર્યું કામ કરવાથી થતા ગેરલાભ જણાવે છે:-- સહસા કરતા કાર્ય ચુકાએ સુપથ વિવેકના, અવિવેક આપત્તિ પમાડે માર્ગ ત્યા સુવિચારના; સંપત્તિ લબ્ધિ તે લહે કાર્યો વિચારી જે કરે, પ્રભુનેમિના બાંધવતમે જે જન્મથી શીલવ્રત ધરે.૩૭૦
અ:--વગર વિચારે આવેશને વશ થઇને કાર્ય કરવાથી વિવેકના સારા માર્ગ ચૂકી જવાય છે. હિતાહિત ભૂલી જવાય છે. અવિવેક આપત્તિ એટલે સંકટને પમાડે છે, માટે સુવિચારને અથવા વિચાર પૂર્વક કાર્ય કરવાના માર્ગ ગ્રહણ કરો. જે માણુસ વિચાર પૂર્વક કાર્ય કરે છે, તે સપત્તિ તથા લબ્ધિને મેળવે છે. યાદ રાખવું કે-જેમણે જન્મથી શીયલવ્રત ધારણ કરેલું છે, તે શ્રી નેમિનાથ પ્રભુના તમે ભાઇ છે. તેથી તમારે ભાગની ચાહના કરવી જ નહિ. ૩૭૦ રથનેમિની છેવટની ખીના જણાવે છે—હાથી હુવે વશ અ’કુશે સતીના વચન અંકુશ સમા, હાથી સમા રથ નેમિ બનતા થીર સંયમ માર્ગીમાં, પ્રભુ પાસ જઈ નિર્મલ અને આજ્ઞા વહી શ્રી નેમિની, મુક્તિ પામે સચમે સંપૂર્ણ ઉલ્લાસી બની.૩૯૧
૨૮૮