________________
૨૯૪
શ્રી વિજ્યપદ્વરિત ચાલે નજર નીચી કરી સ્ત્રીને સ્વભાવે દેખતાં, પાપ પ્રજલે તેમને હંમેશ ભાવે વંદતાં.૩૮૦
અર્થ:–સજન પુરૂષે જે કાર્ય કરે છે તેનું ભાવી પરિણામ શું આવશે તે પ્રથમ વિચારે છે, અને જે કાર્યનું ભાવી પરિણામ માઠું જણાય તો તેવું કાર્ય કરે જ નહિં. વળી સજ્જન પુરૂષ સ્વભાવથી જ સ્ત્રીને જોઈ નીચી નજરે ચાલે છે, ને સ્ત્રીની હાકું દેખતા પણ નથી, આવા સજ્જન પુરૂષોને હંમેશાં ભાવથી વંદન કરતાં ચીકણું પાપ કર્મો પણ જરૂર બળી જાય (નાશ પામે) છે. ૩૮૦
તેમને સદાચાર જણાવે છે - ઉત્તમ પુરૂષ આળસુ હવે દુરિત કરવા ક્ષણે, વધ પ્રસંગે પાંગળાં નિંદા વચન જ્યારે સુણે; ત્યારે બધિર જેવા અપરની નારને પણ દેખવા, જમાંધ જેવા હોય તેવા સેવજે સુખ પામવા. ૩૮૧
અર્થ:–વળી ઉત્તમ પુરૂષ પાપ કરવાના ટાઈમે આળસુની જેવા બને છે, હિંસાના (બીજા અને હણવાના) પ્રસંગમાં પાંગળાની જેવા બની જાય છે. નિન્દાનાં વચન સાંભળવાને અવસર આવે ત્યારે હેરા જેવા બની જાય છે, અને પર સ્ત્રીને દેખવાના પ્રસંગમાં જન્માંધ પુરૂષની જેવા બને છે. હે રાજન ! જે તારે ઉત્તમ સુખ પામવાની ઈચ્છા 'હિય, તે એવા સજ્જનેની જરૂર સેવા કરજે. ૩૮૧