________________
ભાવના કલ્પલતા
૨૮૭
-
અગ્નિમાં બળી મરવાનું હોય તે કબુલ કરે પણ પોતે જેને કરડયા હોય તેનું ઝેર ફરીથી ચૂસતા નથી. તે તમે ઉત્તમ કુલમાં ઉપજવા છતાં અને ઉત્તમ મનુષ્યપણું પામવા છતાં પણ તે તિર્યંચ કુલના નાગથી પણ શું હલકા છો? જેથી જે નેગોને તમે તજી દીધા છે તેજ બેગોને લજજા મૂકીને ફરીથી જોગવવાની ઈચ્છા કરે છે ? આપના જેવા ઉત્તમ મનુષ્યને શું આમ કરવું ઉચિત છે? ૩૬૭
વૈરાગ્યના વિચારે જણાવે છે -- ગુરૂદેવને શરમાવનારૂં તેમ જનની તાતને, આ કાર્ય નક્કી જાણજે સે શિવાસુત પાયને; દુર્ગન્ધમય દ્રવ્ય ભરેલી કોથળી જાણે મને, ધમ્ પુરૂષની મુખ્યતા સંભાળજે ચારિત્રને ૩૬૮
અર્થ--તમારું આ કામ તમારા દેવ, ગુરૂ તથા માતા પિતાને પણ શરમાવનારું છે એ નક્કી જાણજે. માટે તમે શિવા માતાના પુત્ર નેમનાથ પ્રભુના ચરણની સેવા કરો. આ મારા શરીરને તો દુર્ગન્ધી પદાર્થોથી ભરેલી કેથળી જેવું જાણે. ધર્મમાં પુરૂષની મુખ્યતા કહી છે, માટે તમે તમારા ચારિત્રનું રૂડી રીતે પાલન કરે. ૩૬૮
રાજીમતી પિતાની લધુતા જણાવે છે -- શીખદેવા યોગ્ય નહિ હું એવું કારજ આપનું, પંચ સામે આદર્યું સંયમ તમે કહું શું ઘણું; જે સાતવાર નરક વિષે લઈ જાય તેવું કિમ કરે, ભાવી સુધારે આપનું પ્રભુ માર્ગ સાધી પાંસરે ૩૬૯