________________
ભાવના કલ્પલતા
૧૮૫
અઃ——શીલવતીની તે હકીકત સાંભળીને શેઠ પુત્રહીન (અપુત્રીયા) મરણ પામ્યા છે એ ખબર આપવાને સગાંએ રાજાના દરબારમાં ગયા, પરંતુ ત્યાં રાજા વગેરેને જોયાં નહિ, તેથી તે હકીકત રાજાના કુંવરને જણાવી. તે કુંવરે જલ્દી શીલવતીને ઘેર આવીને ઘણી તપાસ કરી અને જેમાં રાજા વગેરેને પૂર્યા હતા તે પટારામાં ધન ભરેલું છે એમ જાણી પેાતાના મ્હેલમાં મંગાવી લીધી. ૩૬૪
શીલવતીની અંતિમ ખીના જણાવે છે:--
ઉધડાવતાંની સાથે ચારે પેટીમાંથી નીકળતા, ભૂષ બ્રાહ્મણ આદિ ત્રણને દેરા બ્હાર નીકાલતા; શીલવતી સત્કારતા તસ શીલ અધિક વખાણતા, ભવ્ય વા એમ જાણી શીલભાવ ટકાવતા.૩૬૫
અઃ—પટારામાં શું ધન ભરેલું છે તે જોવાને પટારા ઉઘડાવ્યેા, તે તેમાંથી તે ચારે જણા મહાર નીકળ્યા. રાજાએ બ્રાહ્મણુ, સેનાપતિ તથા મંત્રી એ ત્રણને દેશનીકાલ કર્યા અને શીલવતીને ઘણુંા સત્કાર કર્યો. અને તેના શીયલની ઘણી પ્રશંસા કરી. આ પ્રમાણેની હકીકત જાણીને ભવ્ય જીવાએ પેાતાના શીલ ભાવને હૃઢ કરવા. ૩૬૫ રાજીમતીએ રથનેમિને સંયમમાં સ્થીર કર્યા તે આ પ્રમાણે
રાજીમતી રથનેમિને આ પ્રમાણે હિતશિક્ષા આપે છે:-- રાજીમતી રથનેમિને મીઠા વચનથી ખેાલતી, આ ભાવ નરકે લઇ જનારા શુ તમારી ફરી મિત,