________________
૨૯૦
શ્રી વિજયપઘસરિતા અર્થ:–અત્યંત દુઃખી મલયાસુંદરી એકવાર કંદર્પ રાજાની નજરે ચઢી. (કંદર્પ રાજાએ દેખી) તેથી જેના દિલમાં જરા પણ દયા નથી એવા તે નિર્દય વિષય રાગી કંદ" રાજાએ તેને ઘણું ઘણું દુઃખ દીધું, છતાં એક શીલવત સાચવવાના કારણે તે સતીએ બધાં દુઃખે વધાવી લીધાં પણ શીલથી ડગી નહિં, અને તેણીએ નિર્ભય બનીને રાજાની આગળ આવાં વચને કહ્યાં. (જે વચને આગળ કહેવાય છે.) ૩૭૩
શીલને મહિમા જણાવે છે – દેહ ખંડ ખંડ હાય વિનષ્ટ મીલ્કત પણ ભલે, પણ સમજજે નરરાય ! મુજ દઢશીલ બુદ્ધિ ના ફરે; પરબ્રહ્મનું આ મુખ્ય કારણ શીલ ભગવંતે કહ્યું, ચારિત્રનું વલી પ્રાણ જેવું તેહ શીલને મેં ગ્રહ્યું.૩૭૪
અર્થ:–હે રાજન ! મારા શરીરના ટુકડા થઈ જાય તેમ મારું સર્વસ્વ નાશ પામે (સર્વ માલમિલકત લૂંટાઈ જાય) તો ભલે, પરન્તુ હે રાજન્ ! તું એટલું નક્કી સમજજે કે મારી શીલવતની દઢ બુદ્ધિ (મજબૂલ શીયલ) કદી પણ ફરવાની (ફરવાનું) નથી. શીલવત એ પર બ્રહ્મનું (પરમાત્મ સ્વરૂપ પામવાનું) મુખ્ય કારણ છે. એમ શ્રી ભગવંતે કહ્યું છે, અને ચારિત્ર રૂપી જીવનના પ્રાણ સરખું છે, એવા શીયલ વ્રતને મેં અંગીકાર કર્યું છે, તેને હવે હું કોઈ પણ ઉપાય છેડીશ જ નહિં. ૩૭૪