________________
ભાવના ક૯૫લતા
૨૮૧
ઇસ્વી સનમાં તેમ વિક્રમ સાલમાં છપ્પન તણો, ભેદ વર્ષ તણે વિચારી સમય જાણે સર્વ.૩૫૭
અર્થ:–વીરપ્રભુના સંવત્સરમાં અને વિકમ રાજાના સંવત્સરમાં ચાર સીતેર વર્ષને તફાવત છે. તથા ઈસ્વીસન અને વિક્રમ સંવત્સરમાં છપન વર્ષને તફાવત છે. એ પ્રમાણે ઈતિહાસના ગ્રંથમાં કહ્યું છે. આ બીના ધ્યાનમાં રાખીને એટલે (વર્ષના ભેદનો વિચાર કરીને) હે ભવ્ય છો! સર્વ કેઈને સમય જાણ. ૩૫૭
જંબુને યુગ પ્રધાનકાલ વિગેરે જણાવે છે – છદ્મસ્થ ભાવે વર્ષ વીસ ગુરૂરાજની સેવા કરે, વર્ષ ચુમ્માલીસ જંબૂ યુગ પ્રધાનપણે ફરે; વર્ષ એંશી જીવન પૂરી પામતા શિવસંપદા, આ જીવન શીલને ટકાવે સર્વ ટાળે આપદા,૩૫૮
અર્થ-જંબુસ્વામીએ વીસ વર્ષ સુધી છદ્મસ્થ ભાવે રહીને ગુરૂ મહારાજની સેવા કરી. તથા તે ચુમ્માલીસ વર્ષ સુધી યુગ પ્રધાન પણે વિચર્યા. કુલ એંસી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને શિવસંપદા એટલે મેક્ષ લક્ષમી પામ્યા. આમાંથી બોધ એ લેવો કે જે ભવ્ય જીવો ઠેઠ જીંદગી સુધી નિર્મલશિયલ પાળે, તે તમામ આપત્તિઓને જરૂર દૂર કરી શકે છે. ૩૫૮
સમુદ્રદત્તની પત્ની શીલવતીની બીના જણાવે છે-- શીલવતી દૃષ્ટાંતથી દુઃખમાં ટકાવે શીલને, સમુદ્રદત્તની તેહ પત્ની ધારતી દઢ શીલને,