________________
ભાવના કલ્પલતા
૧૫૯
છે. ખીજાએ પણ આજ પ્રમાણે કબુલ કરે છે. જૈન સિવાયની બીજા દર્શનામાં પણ આ પ્રમાણે સ્ત્રીની પ્રશંસા કરી છે કે વિશ્વના ગુરૂ થનાર એવા ઉત્તમ પુરૂષના ગર્ભને ધારણ કરનારી તે સ્ત્રીને ધન્ય છે. ૧૬૧
સતી સ્ત્રીને પ્રભાવ જણાવે છે:--
શીલવંતી નાર પાણી જેવા અગ્ન કરે, સ્થળ બનાવે પાણિને ગજને શિયાલ સમે કરે; દારડી સમસને અમૃત સમું વષને કરે. એથીજ ચાલું અંગ ઉત્તમ શ્રાવિકા શ્રુત ઉચ્ચરે ૧૬૨
અર્થ :—ઉત્તમ શીયળને ધારણ કરનારી શ્રી શીલના પ્રભાવથી અગ્નિને પાણી જેવા ઠંડા બનાવે છે. પાણી હાય ત્યાં સ્થળ બનાવી શકે છે. હાથીને શિયાલ જેવા મનાવી દે છે. અને સર્પને દ્વારડી જેવા એટલે વિષ રહિત બનાવે છે. તથા ઝેર પણ અમૃત સમાન કરે છે એટલે ઝેરની પણ અસર થતી નથી. આજ કારણથી સિદ્ધાન્તમાં ઉત્તમ શ્રાવિકાને ચતુર્વિધ સંઘમાં ચેાથું અંગ ગણવામાં આવ્યું છે. ૧૬૨
ઉત્તમ શ્રાવિકાના ગુણેા જણાવે છે:--
જિનધર્મી માંહિ અડગ ખુલસા શ્રાવિકા ને રેવતી, પ્રભુદેવ ઇંદ્રાદિક થકી નિજગુણ પ્રશંસા પામતી; જિનનામ ઉત્તમ બાંધતી મિથ્યાને પણ થકવતી, અમુક તે ભવઅમુક બેત્રણ ભવ કરી શિવ સાધતી.૧૬૩ અર્થ :—સુલસા શ્રાવિકા તથા રૈવતી શ્રાવિકા જૈન