________________
૨૨૮
શ્રી વિજ્યપધસૂરિકૃત
જે અંધ બને છે તે કામાન્ય કહેવાય, તેને શાસ્ત્રમાં સૌથી મેટે આંધળો કહ્યો છે. કારણકે ઢેર સરખે બનેલ તે મનુષ્ય માતા, પુત્રી અગર બહેનમાં ભેદ ગણતો નથી. કામાન્ય નર તેઓ પ્રત્યે પણ સ્ત્રીના જેવી બુદ્ધિ રાખે છે તેથી કામાબ્ધને ઢેર જેવો કહ્યો છે. મનુષ્ય અને હેરમાં તફાવત એ છે કે મનુષ્યમાં શુભ વિવેક એટલે સારાસાર સમજવાની શક્તિ છે ત્યારે તિર્યંચમાં તે વિવેક નથી તેથી તે જેમ પોતાની માતા, તથા પુત્રી સાથે સ્ત્રીની જેમ વતે છે, તેમ કામાન્ય મનુષ્ય પણ વિવેક ગુણને ત્યાગ કરે છે ત્યારે ઢેર જેવું વર્તન કરે છે, માટે હે જીવ! અઢાર નાતરાંનું દષ્ટાન્ત સાંભળીને તું બોધ પામજે, અને વિષય વાસનાને જરૂર જલ્દી ત્યાગ કરજે. ર૭પ
કુબેરદત્તાની બીના ટૂંકમાં જણાવે છે – સોગઠાબાજી રમંત કુબેરદત્તા વીંટીને, પારખી વૈરાગ્ય રંગે સાધતી ચારિત્રને અવધિથી જાણી અઢાર સગાઈ સ્પષ્ટ બતાવતી, નિજબંધુ સાધુ બનેજ વેશ્યા શ્રેષ્ઠ શ્રાવિકા થતી.ર૭૬
અર્થ:–ભવિતવ્યતાને યે અજાણ દશામાં કુબેરદત્ત અને કુબેરદત્તાના (સગા ભાઈ બહેનના લગ્ન થાય છે. તેની સાથે સેગટાબાજી રમતાં વીંટીને ઓળખી પિતાને ભાઈ છે એમ જાણી કુબેરદત્તાએ વૈરાગ્ય પામીને ચારિત્ર સાધવા માંડ્યું. તે (પ્લેન) સાધ્વીએ અવધિજ્ઞાનથી પોતાના ભાઈને પોતાની માતા