________________
ભાવના કલ્પલતા
૨૫૩
લગ્નગ્રંથિમાં જોડાએલા જીવોની સ્થિતિ જણાવે છે – લગ્નગ્રંથિમાં પડેલા જીવ માંખીની પરે, લપટાય સાધે ધર્મ ના નરભવ પ્રયજન વિસ્મરે, શાંતિ સુખ ચારિત્રગે તાસ સાધન નરભવે, એમ ભાવી બેઉ કેવલ પામતા ન ભમે ભવે ૩૧૧
અર્થ –લગ્ન રૂપી ગાંઠથી બંધાએલા છ માખી જેમ બળખામાં લપટાય ને નીકળવાને યત્ન કરે તેમ તેમ વધારે લપટાય તેમ સપડાઈ જાય છે, જેથી ધર્મ સાધી શકતા નથી, તથા મનુષ્ય ભવ મેળવીને તેનું પ્રયોજન એટલે ફલ પામવાનું ભૂલી જાય છે. ચારિત્રના વેગથી શાંતિ રૂપી સુખ મળે છે અને તે ચારિત્ર આરાધવાનું સાધન આ મનુષ્યભવ છે, એવું વિચારીને તે ગુણસાગર અને પૃથ્વીચંદ્ર કેવલજ્ઞાન મેળવ્યું. આ પ્રમાણે જે ભવ્ય જીવો પોતાના જીવનને ઉંચ કેટીમાં જોડે, તેમને સંસારમાં ભમવાનું હોયજ કઈ રીતે? ૩૧૧
શીલનો ત્રીજો તથા ચે ભાગે જણાવે છે:-- વૈરાગ્યમય આ જીવનને સુણનાર વૈરાગી બને, તિમ વીરતા સાચી ધરીને દૂર ભગાડે મેહને, દ્રવ્યથી ને ભાવથી શ્રી મલ્લિપ્રભુ રામતી, દ્રવ્ય ભાવે પણ નહિ એવા જનો દીસે અતિ ૩૧ર
અર્થ–શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગરના વૈરાગ્ય ઉપજાવનારા આ જીવનચરિત્રને સાંભળનારા ભવ્ય છ જરૂર વૈરાગ્યવાળા