________________
२६१
શ્રી વિજયપધ્ધસૂરિકૃતિ અર્થ –કેઈ દેવે તમને બધાને થંભાવ્યા હોય એમ સંભવે છે. હું ભવની વૃદ્ધિ કરનારી વિદ્યા કદાપિ લેતો નથી. ઉત્તમ જ્ઞાન વગેરેને સાચી વિદ્યા તરીકે કહ્યા છે. આ પ્રમાશેની કુંવરની વાત સાંભળીને તે પ્રભવ ચેર જંબુને કહે છે કે પુણ્યથી મેળવેલા ભેગોને ભેગવ્યા સિવાય કોણ રહે? અથવા ભેગેને કણ ત્યાગ કરે? ૩૩૪
જ કુંવર પ્રભવને શાંતિથી સમજાવે છે – જોગવીને ભેગ દીક્ષા ધારવી હું માનત, જબૂદીએ ઉત્તર સરલ તે પ્રભવ કાને ધારતે; કિપાક જેવા વિષયને ડાહ્યા જાને ના ભેગવે, મધુબિંદુનું દૃષ્ટાંત તેઓ નિજ હૃદયમાં ગઠવે ૩૩૫
અર્થ–માટે મળેલા ભેગે ભેળવીને દીક્ષાને લેવી તે હું યેગ્ય માનું છું. આ બાબતમાં જંબુ કુમાર પ્રભવને સરલ રીતે જવાબ આપે છે, તે પ્રભવ ચેર કાને ધારે છે એટલે ચિત્ત દઈને સાંભળે છે. જબ કુમાર તેને કહે છે કે કિપાક વૃક્ષના ફળ જેવા બહારથી સુંદર જણાતાં પરંતુ પરિણામે દુઃખદાયી એવા વિષયોને ડાહ્યા માણસે ભેગવે? એટલે ડાહ્યા પુરૂ વિષયે ભેગવતા નથી ને તે સંબંધમાં તેઓ મધુબિન્દુનું દષ્ટાન્ત પોતના હૃદયમાં ખૂબ વિચારે છે. ૩૩૫
જંબૂકુંવર “અપુત્રની ગતિ નથી ” આ વાક્યને ખોટું ઠરાવે છે –