________________
૨૭૦
શ્રી વિજયપધસૂરિકૃત
જેમ ક્ષણ માત્રમાં ઘણા રંગ પટે છે. જેમ વાદળાંને રંગ સ્થાયી રહેતો નથી તેમ શરીરની અવસ્થા પણ એક જ પ્રકારની રહેતી નથી. પણ માંદું સાજુ, જુવાન, વૃદ્ધ વગેરે ઘણી અવસ્થાઓને પામે છે. ૩૨૯
કનસેનાને જંબુ કુંવર બે કલાકમાં જવાબ આપે છે – કનકસેના ઇમ કહે જિનરાજ ભેગે ભેગવી, ચારિત્ર લેતા તે તમે શું સાધશે મુક્તિ નવી; અવધિવાળા પ્રભુ હતા દીક્ષા સમયને જાણતા, હાથીસમા એ ખરસમાં સામાન્ય ઈમ બુધ બોલતા.૩૪
અર્થ:-હવે કનકસેના નામે સ્ત્રી કહેવા લાગી કે કેટલાએ તીર્થકરોએ રાજ્ય ઋદ્ધિ મેળવી હતી, અને તેઓ પરણ્યા હતા. તેમને પુત્ર હતા અને સાંસારિક સુખો ભેગવીને તેમણે પછીથી ચારિત્ર લીધું તો શું તમે તેમનાથી પણ જુદી નવી મુક્તિ–મેક્ષ સાધવાના છે. ત્યારે જ ખૂકુમારે ઉત્તર આપ્યો કે તે તીર્થંકર પ્રભુ તો અવધિ જ્ઞાનવાળા હતા. જેથી પિતાના દીક્ષા સમયને જાણતા હતા. તેથી જ્યારે પિતાના ભેગાવલી કર્મ ક્ષીણ થયા ત્યારે તેઓએ દીક્ષા ગ્રહણ કરી. તે માટે બુધ એટલે પંડિત પુરૂષ કહે છે કે એ તીર્થકરે તો હાથી સમાન હતા અને ઉપર પ્રમાણે તીર્થકર દેવનું અનુકરણ કરનારા સામાન્ય મનુષ્ય તેમની આગળ ખર એટલે ગધેડાની જેવા કહેવાય. માટે આ ચાલુ પ્રસંગે તે પૂજ્ય પુરૂષને દાખલે દઈ શકાય જ નહિ ૩૪૦ આવી અચાનક કાલ તસ્કર જીવન ઉત્તમ રત્નને, ચોરતો આથી વિબુધજન સેવિને ચારિત્રને