________________
ભાવના કલ્પલતા
૨૭૫
ભૂતગ્રસ્ત એટલે ભૂત વળગવાથી ઘેલા થએલા માણસની જેવા જાણવા. આ વાત ભૂલીશ નહિ. ૩૪૭
જયશ્રી પોતાના વિચારે બે લોકમાં જણાવે છે -- ઈમ વિચારી જે તજે ભાખ્યો વિવેકી તેહને, અવિવેકથી ના જેહ છેડે ભેગ છેડે તેહને બોલે જયશ્રી પરતણા ઉપકારરૂપ વર ધર્મને, સાધનારા આપ કરવા તેમ પર ઉપકારને ૩૪૮
અર્થ –એ પ્રમાણે વિચાર કરીને જે વિષય ભેગોને ત્યાગ કરે છે, તેને વિવેકી અથવા સમજુ કહેવાય છે. પરંતુ જે અવિવેકી એટલે અણસમજુ ભેગેને છોડતો નથી તેને લેગે પોતેજ તજે છે. ત્યાર પછી જયશ્રી નામની આઠમી સ્ત્રી બોલી કે હે સ્વામી! આપ પારકાના ઉપકાર કરનારા ઉત્તમ ધર્મને સાધનારા છો, તો પરેપકાર એટલે અમારા ઉપર ઉપકાર કરવા માટે પણ તમે મને સેવો એટલે ભેગ ભગવો. ૩૪૮ સેવે મને તરૂ મેઘના દૃષ્ટાંતને સંભારીને, મેઘના સંગથી જિમ ક્ષાર જલ અમૃત બને; તિમ આપના સંગથી પામેલ ભેગ બધા મને, સુખકાજ હશે સર્વને મૂકે હવે હઠવાદ,૩૪૯
અર્થ –તરૂ એટલે વૃક્ષના અને મેઘ એટલે વરસાદના દષ્ટાન્તને યાદ કરીને મને સે એટલે ભેગ ભેગ. જેવી રીતે મેઘને સંગ મળવાથી ક્ષાર જલ એટલે ખારું પાણી તે પણ અમૃત સમાન બને છે, તેવી રીતે આપને સંગ