________________
૨૭૮
શ્ર વ વપદ્મસૂરિષ્કૃત
ઉત્તમ વિનયપૂર્વક કુંવરને આ પ્રમાણે કહે છે:-હે કુમાર ! મારે હવે શું કરવું તે વિષે મને જલદી હુકમ ફરમાવા એટલે આજ્ઞા કરી, ત્યારે જખુ કુમાર પ્રભવને કહે છે કે હું જે પ્રમાણે કરૂં તે પ્રમાણે તારે પણ કરવું. ૩૫૨
કુંવર દીક્ષાની પૂર્વ ક્રિયા શું શું કરે છે ? તે જણાવે — સંધાદિ પૂજી સ્વજનનું સન્માન કરીને ન્હાઇને, ચંદન વિલેપન શ્વેત વસ્ત્રાભૂષણાને વ્હેરીનેઃ કુંવર બેસી પાલખીમાં દાન દીનને આપતા, સુર અનાદત ચરણુ ઓચ્છવ કરત મનમાં હરખતા.૩૫૩
અર્થ :—એવી રીતે પાતાની આઠ સ્ત્રીઓને તથા પ્રભવ ચારને સંસારની અસારતા સમજાવીને સંઘાદિ એટલે પ્રભુદેવની સંઘ તથા વડીલેાની પૂજા કરીને અને સ્વજન એટલે સગાંઓનુ સન્માન કરીને ત્યાર પછી જ. કુંવરે સ્નાન કર્યું. તે પછી ચંદનનું વિલેપન કર્યું. પછી શ્વેત-ઉજવલ વસ્ત્રો તથા આભૂષણ પહેર્યા. ત્યાર પછી કુંવર પાલખીમાં બેઠા. અને ગરીબને દાન આપવા લાગ્યા. આ અવસરે અનાહત નામના દેવે બહુ જ રાજી થઇને શ્રી જ» કુમારાદિને દીક્ષા મહેાત્સવ કર્યો. ૩૫૩
પાંચસેા સત્યાવીસની સાથે જ ખુએ દીક્ષા લીધી એમ જણાવે છે:--
આઠ પત્ની જનક જનકની કુંવરના માતાપિતા, પ્રભવ પણ સય ચાર સાથે પંચસય સગવીસ થતા,