________________
૨૬૮
શ્રી વિજ્યપધસૂરિકતા
તમારા પુણ્યથી મેળવી છે તો તે પુણ્યની કમાણું છોડીને તમે દીક્ષાની ચાહના કેમ કરે છે? ત્યારે કુંવર ઉત્તર આપે છે કે મેં આ દ્રવ્યને વિજળી સમાન જાણ્યું છે એટલે તે તો વિજળીની જેમ ક્ષણ માત્ર ચમકારે કરીને જતું રહે એવું છે અથવા નાશવંત છે. માટે હું તે તેવા ધનની ઈચ્છા કરૂં છું કે જે સદા કાયમ રહે, અને તેવું ધન ચારિત્રથી જ પ્રાપ્ત થાય છે આ ઈરાદાથી હું ચારિત્ર લેવાની ઈચ્છા કરું છું.
મહેશ્વર વાણીયાનું દષ્ટાન્ત ટૂંકામાં આ પ્રમાણે વિજયપુર નગરમાં મહેશ્વર નામે શેઠ હતો. તેના પિતાએ મરતી વખતે પુત્રને કહેલું કે મારા શ્રાદ્ધના દિવસે એક પાડાને મારીને તેનું માંસ આપણા સર્વ પરિવારને જમાડવું. તેથી પુત્રે (મહેશ્વર વાણુઆએ) શ્રાદ્ધને દિન આવે ત્યારે જંગલમાંથી પાડો મંગાવ્યો. દૈવયોગે શેઠને પિતાજ મરીને જંગલમાં પાડે થએલો તેજ પાડે શ્રાદ્ધના નિમિત્તે પકડી લાવ્યા. અને તેને મારી તેના માંસ વડે પરિવારને જમાડદેવામાં આવ્યા. અહીં પુત્રજ પિતાના મરણમાં નિમિત્ત થયે. માટે પુત્રથી સદ્ગતિની પ્રાપ્તિ કહેવી તે વાત તદ્દન ખાટી છે. ૩૩૭
જંબૂ પવશ્રીને જવાબ આપે છે – તેમ પદ્મશ્રી કહે ગૃહિધર્મ ઉત્તમ સવિ મતે, તેહ ઝંડી ચરણ લેવું આપને શું યોગ્ય તે, ગ્રહિધર્મ ઉત્તમ છે નહી સાવદ્ય કિરિયાથી ભર્યો, ગૃહિ સાધુ ધમેં ફરક સર્ષપ મેરૂના જેવો કહ્યો.૩૩૮