________________
ભાવના કલ્પલતા
૨૬૫
-
અર્થ:–રાત્રે શયનગૃહમાં જબ કુમારને પોતાની પરણેલી સ્ત્રીઓ સાથે વાર્તાલાપ થઈ રહેલ છે તે વખતે પ્રભાવ નામને ચોર વિદ્યાના બલથી પોતાના પરિવાર સાથે ચેરી કરવા માટે આવ્યું. તે બધાને દેવતાએ ખંભિત કરી દીધા. તે પણ આ વાર્તાલાપ સાંભળીને પોતાના ચિત્તમાં એમ વિચારે છે કે આ કુમારેજ આપણને અહીં સ્તંભિત કરી દીધા છે, એમ વિચારીને વિનયથી તે આ પ્રમાણે કુંવરની આગળ વિનંતિ કરવા લાગ્યો. ૩૩૨
જબ કુંવરને પ્રભવ ચોર શું કહે છે?— આપ વિદ્યા બે લઇને ઑભિની વિદ્યા મને, આપે જવાબ કુંવર દીએ ચારિત્ર લેવાની મને; તીવ્ર ઈચ્છા હાલ વત્તે લઈશ સંજમ ગુરૂકને, વિદ્યાભિલાષી હું નહી તંભિત કર્યો નહિ મેં તને.૩૩૩
અર્થ –આપ મારી પાસેની બે વિદ્યા લઈને મને ઑભિની વિદ્યા આપે. તે વખતે કુંવર જવાબ આપે છે કે મને ચારિત્ર લેવાની ઘણું જ ઈચ્છા હાલમાં વતે છે માટે હું ગુરૂ પાસે ચારિત્ર લઈશ. હું વિદ્યાની ઈચ્છાવાળો નથી તેમજ મેં તને ખંભિત (સ્થિર) પણ કર્યો નથી. ૩૩૩
જંબુ કુંવર પ્રભવને જવાબ આપે છે – દેવ આ સંભવે ભવને વધારે એહવી; વિદ્યા કદી લેતે નથી જ્ઞાનાદિ વિદ્યા જાણવી; કુંવરની વાતો સુણીને પ્રભવ ખૂને કહે, પુણ્યથી પામેલ ભેગે ભેગાવ્યા વિણ કુણ રહે.૩૩૪