________________
ભાવના ક૯યેલતા
૨૬૩
તું લગ્ન કર, અને અમારી લાંબા વખતની ઈચ્છા પૂર્ણ કરીને પછીથી તને જેમ એગ્ય લાગે તેમ કરજે. ૩૨૮
કયા અભિપ્રાયથી માતા પિતાએ જંબુને લગ્ન કરવાને આગ્રહ કર્યો? તે જણાવે છે – સ્ત્રી રાગના ફળે પડેલે પુત્ર મુનિ બનશે નહી, આ આશયે બંને જણએ એવી વાણી કહી; પાણિગ્રહણના પૂર્વકાલે ભાવના જંબૂ તણી, જાણતી રમણી કહે ન ફરે કદી જંબૂ ધણી.૩૨૯
અર્થ–સ્ત્રીના મેહપાશમાં ફસાએલ પુત્ર દીક્ષા લેશે નહિ, આવા ઈરાદાથી માત પિતાએ તું પરણ્યા પછી દીક્ષા લેજે એવાં વચન કહ્યાં હતાં. પાણિગ્રહણ કરવાની પહેલાં જંબૂ કુમારની ભાવના દીક્ષા લેવાની છે એ જાણવા છતાં તે સ્ત્રીઓ કહેતી હતી કે અમારે જંબૂ પતિ કદાપિ ફરશે નહિ, એટલે અમે જન્ કુમાર સિવાય બીજો પતિ કરશું નહિ. ૩૨૯
લગ્ન થયા બાદ સ્ત્રીઓ જબ કુંવરને શું કહે છે તે જણાવે છે – જંબૂ કરે પાણિગ્રહણ માતા પિતાના આગ્રહે, શયનઘર નારી કને પણ નિર્વિકારી તે રહે; કામપીડિત આઠ નારી સ્નેહભાવ વધારતી, આઠ વાર્તા બોલતી પણ તે બધી નિષ્ફળ જતી.૩૩૦
અર્થ –જંબૂકુમારે માતા અને પિતાના આગ્રહથી તે આઠે સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કર્યું. શયનઘરમાં સ્ત્રીઓની