________________
૨૬૪
શ્રી વિજ્યપધસૂરિકૃત
સાથે રહેતાં છતાં પણ તે વિકારના તેફાનથી અલગ રહ્યા હતા. કામ વાસનાથી પીડાએલી આઠ સ્ત્રીઓ સ્નેહભાવ વધારવાને માટે આઠ વાર્તાઓ કહે છે, પરંતુ તે બધી વાર્તાઓ. અહીં નિષ્ફળ ગઈ એટલે તે સ્ત્રીઓ જંબુ કુમારને સંયમ લેવાનો નિર્ણય કઈ રીતે ફેરવી શકી નહિ. ૩૩૦
જંખ કુંવર સ્ત્રીઓને પ્રતિબંધ કરે છે – જેહ જેવા હોય છે તેવા કરણ મહેનત કરે, પણ કુંવર કેરૂં ચિત્ત સંયમ ભાવનાથી ના ફરે; આત્મિક રમણતા જાસ હઈએ પૂર્ણ રૂપે ઉછળતી, તે કુંવર વિરાગ્યની વાર્તા કરે મન ઠારતી.૩૩૧
અર્થ –જે માણસ જેવા પ્રકારના હોય છે તે બીજાને પિતાની જેવા કરવાને મહેનત કરે છે. તેવી રીતે કામવાસનાવાળી સ્ત્રીઓ જંખ કુંવરને સંસારમાં રાખવા મહેનત કરે છે, પરંતુ જબ કુંવરનું મન સંયમભાવનાથી ફરે એવું નથી. આવા અવસરે જેના હૃદયમાં આત્મરમણતા સંપૂર્ણ સ્વરૂપે વતી રહી છે તે જંબૂ કુંવર સ્ત્રીઓના ચિત્તને શાન્ત કરે એવી વૈરાગ્યની વાર્તાઓ કરે છે. ૩૩૧
પ્રભવ ચોરનું શું થયું? તે જણાવે છે – પરિવાર સાથે પ્રભવ વિદ્યા બલથકી આ અવસરે ચોરવા આવે બધાને દેવતા સ્તંભિત કરે પ્રભવ આ વાર્તા જાણી નિજ ચિત્તમાં ઈમ ચિંતવે, તંભિત કર્યા આણેજ અમને વિનયથી ઈમ વીનવે૩૩ર