________________
પર
શ્રી વિજયપધસૂરિકૃત
અર્થ:–લગ્ન વખતે ચારે દિશામાં ચાર ચાર વાંસ સ્થાપીને ચોરી બનાવવામાં આવે છે, તેમાં વરકન્યાને ચાર ફેરા ફેરવવામાં આવે છે તે ફેરા ચાર ગતિને જણાવે છે, વળી ફેરા ફરતી વખતે ગેર કન્યા અને વર સાવધાન એ પ્રમાણે બેલે છે. આ પ્રમાણેનું ગેરનું વચન સાંભળીને સમજુ મનુષ્ય તો સાવધાન બને છે. એટલે “વર કન્યા સાવધાન ” આ વચન સાંભળીને આત્મહિત સાધવામાં ઉજમાલ થાય છે. કારણકે ઉપર જણાવેલું ગેરનું વચન અપૂર્વ બેધદાયક છે. ૩૦૯
ગોરની સૂચના શો બંધ આપે છે, તે જણાવે છે –
ગાર સૂચવે દંપતિને લગ્નગ્રંથિ પડી નથી, ત્યાં સુધીમાં ચેતશો તો રખડપટ્ટી રજ નથી; પગથિયા નહિ જેહમાં તે કૃષિ જેવા લગ્નને, ગુણજલધિ જેવા પુણ્યશાલી કેમ ઇછે? સમજને ૩૧૦
અર્થ –વળી ગોર આ પ્રસંગે દંપતીને એટલે વરકન્યાને જણાવે છે કે જ્યાં સુધી લગ્નગ્રન્થિ એટલે હસ્તમેલાપ થયે નથી ત્યાં સુધીમાં જે ચેતશે એટલે સંયમ સાધીને આત્મહિત કરશો, તે તમને જરા પણ સંસારની રખડપટ્ટી થવાની નથી. જે લગ્ન રૂપી કૂવામાં પગથીયાં નથી તેવા લગ્ન રૂપી કુવાને ગુણસાગરની જેવા પુણ્યવતા જી કેવી રીતે
છે? એટલે નજ છે. ૩૧૦