________________
ભાવના ક૫લતા
૨૫૮
અર્થ-આ પ્રશ્નના જવાબમાં તેઓએ વિવેકપૂર્વક જણાવ્યું કે આપ જે પ્રમાણે કરશે, તેજ પ્રમાણે અમે પણ આનંદ પૂર્વક કરીશું. એ પ્રમાણે કહીને પોતાના નગરમાં જઈ પોતાના પુત્રને રાજ્ય સેંપી તે બધા રાજાઓએ કેવલજ્ઞાની મલ્લીનાથ ભગવાનની પાસે દીક્ષા લીધી. ૩૨૧
પહેલાં કહેલા ભવદેવની બીના જણાવે છે – અર્ધ શણગારેલ નારી નાગિલાને પરિહરી, ભવદત્તના આગ્રહવશે ભવદવ ત્યે દીક્ષાતરી; ચારિત્રની આરાધના કરે દ્રવ્યથી નહિ ભાવથી, ભવદત્ત દેવ થયા પછી તે ભગ્ન હોવે ચરણથી.૩૨૨
અર્થ –-ભવદત્ત અને ભવદેવ બે ભાઈઓ હતા. તેમાંથી ભવદત્તે દીક્ષા લીધી ત્યાર પછી ભવદેવે લગ્ન કર્યું અને ભવદત્તના આગ્રહથી અર્ધ શણગાર કરેલ નાગિલાને ત્યાગ કરીને દીક્ષાતરી એટલે ચારિત્ર રૂપી વહાણ ગ્રહણ કર્યું, એટલે દીક્ષા લીધો. દીક્ષા લઈને તે ભવદેવમુનિ ચારિત્રની આરાધના ભાવપૂર્વકનહિ કરતાં દ્રવ્યથી કરે છે. કારણકે જીવ તે ઘેર અડધી શણગારીને મૂકી આવેલ નાગિલામાં રહ્યો હતો. કેટલાક સમય વીત્યા બાદ ભવદત્ત સ્વર્ગે ગયા પછી તે ચારિત્રથી પતિત થયા, એટલે ઘરે આવ્યા. ૩રર
નાગિલા ભવદેવને સ્થિર કરે છે – વાત ભેજનની સમા આ ભેગને ચાહો નહિ, ઈમ કહીને નાગિલાએ થીર કર્યા શીલમાં રહી;