________________
ભાવના કલ્પલતા
૨૫૭
--------
શ્રી મલ્લિકુંવરી પુતળી બતાવીને મિત્રોને પ્રતિબંધ કરે છે - ઉપરના બાકા વિષે નિત કળિયે પ્રભુ નાખતા, નૃપ આવતાં જ ઉઘાડતા દુર્ગધિથી કાયર થતા; નાસિકાને મરડતા આ અવસરે પ્રભુ બોલતા, નૃપ ! કરે કિમ આમ બહુ દુર્ગધ હેતુ જણાવતા.૩૧૮
અર્થ –તે પુતળીના ઉપરના ભાગમાં રાખેલા બાકોરામાં પ્રભુ હંમેશાં અનાજને કોળીયો નાખતા હતા. જ્યારે તે રાજાઓ તેમની પાસે આવ્યા, ત્યારે તે પુતળીનું બાકોરું ઉઘાડયું, તેથી તેમાંથી નીકળેલી દુર્ગન્ધિથી તેઓ કંટાળી ગયા અને પિતાનું નાક મરડવા લાગ્યા. તે વખતે પ્રભુ તેઓને કહેતા કે હે રાજાઓ! તમે આમ શા માટે કરે છે? ત્યારે તેઓએ તેમ કરવાનું કારણ ઘણું દુધિ છે એમ જણાવ્યું. ૩૧૮
પ્રસંગે દેહની અશુચિ ભાવના જણાવે છે – હે બંધુઓ! વર ભેજ્યને હું ગ્રાસ પ્રતિદિન નાખતી, દુર્ગધરૂપ પરિણામનિપજો એહવી તનની સ્થિતિ, સાત ધાતુથી બનેલા દેહ દારિક વિષે, કવલને પરિણામ કેવો? તે વિચારે મન વિષે.૩૧૯
અર્થ:-- હે ભાઈઓ! હું હંમેશાં ઉત્તમ ભેજ્ય એટલે ખાવા ગ્ય પદાર્થોને આ પુતળીમાં નાખતી હતી, પરંતુ તે ભેજ્ય પદાર્થો દુર્ગન્ધ રૂપે પરિણામ પામ્યા, આ શરીરની ૧૭