________________
૫૮
શ્રી વિજયપધરિત પણ તેવી જ સ્થિતિ થાય છે. તેથી સાત ધાતુથી બનેલા આ ઔદારિક શરીરને વિષે નાખેલા અનાજના કોળીઆને કે પરિણામ થાય ? તેને તમે તમારા મનમાં વિચાર કરે. ૩૧૯
શ્રી મલ્લિપ્રભુ પિતાનો વિચાર મિત્રોને જણાવે છે – મુજ ઉપર તુમ મોહ રાખ નારીદેહે સારશે? દેવ સુખની પાસે નરસુખ અલ્પ નિશ્ચય જાણશે; પ્રભુએ કહેલા પૂર્વભવને સાંભળી જાતિ સ્મૃતિ, પામતાં હું લઈશ દીક્ષા ચાહના શી નરપતિ.૩ર૦
અર્થ –તમે મારા ઉપર મોહ રાખો છે, પરંતુ આ સ્ત્રીના શરીરમાં શું સાર છે? દેવતાઓના સુખની આગળ આ મનુષ્યનાં સુખ થોડા અથવા અસાર છે એ નક્કી જાણજે, તથા પ્રભુએ કહેલા પૂર્વ ભવના સ્વરૂપને સાંભળીને તેઓ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા. પ્રભુએ તેમને કહ્યું કે હે રાજાઓ! હવે હું તે દીક્ષા લઈશ. તમારી શી ઈચ્છા છે? (તે રાજાઓ પ્રભુને શો જવાબ આપે છે. તે આગળ જણાવે છે.) ૩૨૦
પ્રભુના વિચારને છએ જણા માન આપે છે – આ પ્રશ્નના ઉત્તર વિષે તેઓ કહે સુવિવેકથી, આપ જે કરશે અમે પણ તેમ કરશું રંગથી; એમ બેલી નિજ નગર જઈ રાજ્ય સોંપી પુત્રને, કેવલી મલ્લિ પ્રભુની પાસ ધ્યે ચારિત્રને ૩૨૧