________________
૨૫૦
શ્રી વિજ્યપધસૂરિકૃત ભરમાવે છે એટલે વશ કરે છે તે સ્ત્રી જે પુરૂષને હાથ પકડીને ખેંચે, તે પુરૂષના શા બેહાલ થાય, તેની તે વાતજ મૂકી દે. અથવા તે પુરૂષ તો સર્વથા સ્ત્રીને વશ થઈને પોતાનું તમામ જીવન બગાડે છે. જે સ્ત્રી ચંદ્રની રેખા સરખી કુટિલ એટલે વાંકી છે, તથા સંધ્યાના રંગની પિઠે ક્ષણ માત્ર રાગ અથવા પ્રીતિને ધારણ કરનારી છે. એટલે જેની પ્રીતિ એક પુરૂષ પ્રત્યે ટકી રહેતી નથી. તથા જેમ નદી નીચા સ્થાન પ્રત્યે જાય છે તેમ જે નીચ પુરૂષ પાસે પણ જાય છે તે સ્ત્રી કદાપિ કેઈની થઈ નથી ને થતી નથી. ૩૦૬
શીલના ચાર ભાગામને પહેલે ભાગે જણાવે છે – દ્રવ્ય ભાવે શીલના બે ભેદ ઉભંગી સુણે, દ્રવ્યથી નહિ ભાવથી ભે દાખલ ભવદેવને; નલભૂપ હોવે શ્રમણ પણ દમયંતી કેરા રાગને, નહિ છોડતા પ્રતિબોધથી થઈથીર સાથે સ્વર્ગને.૩૦૭
અર્થ--તે ભવ્ય છે ! શીલના બે ભેદ છે, ૧ દ્રવ્યથી ૨ ભાવથી. તેની ચતુર્ભગી અથવા ચાર ભાંગા થાય છે તે તમે સાંભળે. પહેલો ભાગ દ્રવ્યથી શીલ પાળે પણ ભાવથી ન હોય. અહીં દષ્ટાન્ત ભવદેવનું જાણવું, જેણે ચારિત્ર લીધું છે, પણ મને ઘેર મૂકીને આવેલ પોતાની સ્ત્રી નાગિલામાં હતું. બીજું દષ્ટાન્ત નલ રાજાનું જાણવું. જો કે તે સાધુ થયા હતા પરંતુ દમયંતી ઉપરના રાગને છોડશે નહતો. દમયંતીએ પણ દીક્ષા લીધી હતી. તેમને જોઈને નલ રાજાને