________________
૨૫૪
શ્રી વિજયપધસૂરિત
બને છે, અને સાચી શૂરવીરતા ધારણ કરીને તેઓ મેહ રૂપી શત્રુને નસાડી મૂકે છે. હવે દ્રવ્યથી અને ભાવથી એમ બંને રીતે શીયલ પાળનારને ત્રીજો ભાગે જાણવા જેવું છે, તેમાં શ્રી મલ્લીનાથ ભગવાન તથા રાજમતીનાં દૃષ્ટાન્ત જાણવાં, તથા ચોથો ભાંગે જેમાં દ્રવ્યથી પણ શીયલ નથી અને ભાવથી પણ શીયલ નથી તે ભાંગામાં તો ઘણું સંસારી જી જાણવા. ૩૧૨
ચાલુ પ્રસંગે તીર્થકરને દાખલ આપે છે-- અવધિનાણે તે ભવે નિવણ જાણે તે છતાં, તીર્થપતિ પણ શીલ પાલે સ્વપરહિત બહુ માનતાં તે અન્ય સંસારી જનોએ શીલ ધરવું નેહથી, મલ્લિ પ્રભુના દાખલાને સમજ જ્ઞાતા સૂત્રથી. ૩૧૩
અર્થ:–જેઓ તીર્થકર થવાના છે તેઓ પિતાના છેલ્લા મનુષ્ય ભવમાં અવધિજ્ઞાન સહિત ઉપજે છે અને પિતાને તે ભવમાં મોક્ષ મળવાનું છે તે નક્કી જાણે છે, છતાં પણ પિતાના અને પરના હિતને ધ્યાનમાં લઈને તીર્થકર ભગવાન શીયલવતને પાળે છે, તો પછી બીજા સામાન્ય સંસારી જીએ તે જરૂર આનંદ પૂર્વક શીયલ પાળવું જોઈએ એમાં નવાઈ શી ? આ બાબતમાં શ્રી જ્ઞાતા સૂત્રમાં કહેલ શ્રી મલ્લીનાથ પ્રભુના દાખલાને તારે સારી રીતે સમજ. તે બીના ટુંકામાં હવે પછીના લેકમાં હું જણાવીશ. ૩૧૩
શ્રી મલ્લિનાથના પાછલા ભવની બીના જણાવે છે –