________________
--
-----
-
૨૩૪
શ્રી વિજયપદ્વરિત કલાવતીની બીના જણાવે છે – દેવ ગુરૂ ને તત્ત્વ સર્વ તણા જવાબ દઈને, શંખભૂપ કલાવતીને પરણતા ધરી હર્ષને; અને તેના ઉપર પચે પોચે ઓછાડ પાથર્યો. વખત થયે તે મંત્રી આવ્યો, તેને દાસીએ ઘરમાં લઈ જઈ ખાટલા ઉપર બેસવા કહ્યું. મંત્રી બેઠે કે તરત જ તે ખાડામાં પડ્યો. તે મંત્રી ભૂખ્યો થાય ત્યારે શીલવતી તેને ખાવા માટે ખપ્પરમાં રાખીને અન્ન ખાડામાં નાંખતી હતી. એ પ્રમાણે ઘણો ટાઈમ ગયા પછી કામાકુર, લલિતાંગ તથા રતિકલિ નામના ત્રણ મંત્રીઓ પણ અનુક્રમે અડધો અડધ લાખ દ્રવ્ય લઈને આવ્યા. તેમને પણ શીલવતીએ પ્રથમની યુકિત વડે ખાડામાં નાંખ્યા. તે ખાડામાં રહેલા તે ચારે દુઃખી થઈને દિવસો કાઢવા લાગ્યા.
કેટલાક સમય વીત્યા બાદ સિંહ રાજા શત્રુને જીતીને પાછા ફર્યા. તે વખતે કૂવામાં પડેલા તે મંત્રીઓએ શીલવતીને કહ્યું કે અમે તમારું શીલ જોયું તથા તે બદલે દુઃખ પણ ભોગવ્યું. માટે હવે તમે અમને બહાર કાઢો. ત્યારે શીલવતીએ કહ્યું કે જ્યારે હું થઈ જાવ” (ભવતુ) એમ કહું ત્યારે તમારે પણ થઈ જાવ” (ભવતુ) એ પ્રમાણે કહેવું તે હું તમને કાઢું. તે ચારે મંત્રીઓએ એ વાત કબુલ કરી.
ત્યાર પછી શીલવતીએ પોતાના પતિ દ્વારા રાજાને ભજન માટે આમંત્રણ આપ્યું. જમવા આવવાના આગલા દિવસે બધી રસોઈ તેયાર કરાવી તે ખાડાવાળા ઓરડામાં રાખી. જમવા આવવાના દિવસે દેવતા પણ સળગાવ્યા નહિ. રાજા જમવા બેઠે તે વખતે શીલવતી પણ હાથમાં માળા લઈ બેઠી અને બોલી કે રાજાને જમવા માટે અમુક અમુક મિષ્ટાન્ન થઈ જાવ. તે વખતે અંદર રહેલા ચારે મંત્રીઓ પણ “થઈ જાવ' એમ કહે છે અને તે તે મિષ્ટાનો રાજાના થાળમાં પીરસાય છે. રાજા તે ઘણું આશ્ચર્ય પા. રાજાએ જમી રહ્યા પછી