________________
૨૩૮
શ્રી વિજયપધસૂરિકૃત
અર્થ_એક સ્ત્રી માટે માણસો એક બીજાને મારવાની ઈચ્છા કરે છે (અને એક બીજાનાં ખૂન પણ કરી નાખે છે.) આવું વિચારીને નારી જાતિની એટલે સ્ત્રીની સોબત કરવાને તું ત્યાગ કરજે. એ પ્રમાણે સ્ત્રીની સોબત છેડે તે જ્ઞાની જાણુ. આ બાબતમાં જુઓ દષ્ટાંત
નાચ કરતાં કરતાં સાધુ મુનિરાજને જોઈને ઉત્તમ ભાવના ભાવતા ભાવતાં મેહનો ત્યાગ કરીને જેણે શીધ્ર કેવલજ્ઞાન મેળવ્યું તે એલા (એલચી) પુત્રને ધન્ય છે. ૨૮૬
એલાચી કુંવરની ભાવના ૩ કલેકથી જણાવે છે – ભૂપ ચોથી વાર નાચ કરાવતા ચેતી જ, ધિક્કાર કામદશા નૃપ મને ભાવ જસ અણછાજતાં શ્રેષ્ઠ કુલ મેલું કર્યું, એ કાર્ય અવિચારિત થયું, મેહ લશ્કર થાપ મારી આત્મધન લુંટી ગયું ર૮૭
અર્થ –એલાચી પુત્રે વાંસ ઉપર ચડીને ત્રણ ત્રણ વખત નવા નવા નાચ કર્યા તે છતાં નાચ જેવા બેઠેલ રાજા રાજી થયે નહિ, કારણ કે તે રાજાની ઇચ્છા એવી હતી કે જે નટ વાંસડા ઉપર નાચ કરતાં પડી જઈ મરણ પામે તો મને નટડીની પ્રાપ્તિ થાય. આથી રાજાએ ચોથી વખત તેને નાચ કરવાનું કહ્યું. તે વખતે એલાપુ રાજાના પરિણામ જાણ્યા. તેથી તે ચેત્યો કે આ મારી કામ દશાને ધિકાર છે. તથા રાજાને અને મને ધિકાર છે. કારણ કે અમારા બંનેના પરિણામ મડા ખરાબ છે. મે મારાં ઉત્તમ