________________
ભાવના કપલતા
૨૩૭
અર્થ –કહ્યું છે કે અગ્નિમાં પડીને મરવું સારું, તથા ઝેર ખાઈને મરણ પામવું તે પણ સારું, તેમજ કૂવામાં પડીને મરણ પામવું તે પણ સારું પણ શુદ્ધ શીલનું ખંડન કરવું તે સારું નથી. પૂર્વ કર્મના ભેગથી ચંદન રાજાને રાણીને વિયેગ થયો. તેમજ નદીમાં પાણીનું પૂર આવવાથી તેના બંને દીકરા પણ જુદા ( વિખૂટા) પડી ગયા. ૨૮૪ પુણ્યકેરૂ જેર વધતાં શ્રીપુરને રાજા બને, મલયાગિરિ બે પુત્ર લઈને આવતી તેની કને, દુઃખના સમયમાં શીલ પાલે ધન્ય એ નરનારીને, શણગાર જિનશાસન તણા હું નિત્ય વંદુ તેમને.ર૮પ
અથ–પરંતુ અંતે પુણ્યનું જોર વધવાથી અથવા પ્રબલ પુણ્યને ઉદય થવાથી તે શ્રીપુર નગરને રાજા થયે. તેમજ મલયાગિરિ પણ બંને પુત્રને લઈને ત્યાં આવી પહોંચી. એવી રીત વિયોગ પામેલા તે બંને એકઠા મળ્યા. દુઃખના પ્રસંગમાં પણ શીયલનું પાલન કર્યું માટે તે રાજા અને રાણી બંનેને ધન્ય છે. જિનશાસનના આભૂષણ સમાન અથવા જૈન દર્શનને શોભાવનાર તે બંનેને હું વંદના કરું છું. ૨૮૫
એલાચી પુત્રની બીના સાત કલેકમાં જણાવે છે – મારવા ચાહે પરસ્પર એક સ્ત્રી માટે જનો, આવું વિચારી જરૂર તજજે સંગ નારી જાતિનો; ઈમ કરે છે તેહ નાણી ધન્ય એલાપુત્રને, નાચ કરતાં માહ છડી કેવલી ઝટપટ બને.ર૮૬