________________
ભાવના ક૯૫લતા
૨૩૯
કુલને મલીન કર્યું. તે વગર વિચારનું એગ્ય કાર્ય થઈ ગયું. મહ રાજાનું લશ્કર મને થાપ મારી એટલે ભુલવીને મારૂં ઘણું આત્મ ધન લુંટી ગયું છે. અને મેહને વશ થઈને મેં મારા આત્માને લગાર પણ વિચાર કર્યો નહિ. ૨૮૭
એલીકુંવર મુનિને જોઈને આ પ્રમાણે ભાવના ભાવે છેબાજી બધી બગડી ગઈ આ મોહના વિશ્વાસથી, એમ વૈરાગી બની મુનિને જુએ તે દૂરથી; દેખતાંની સાથે ભાવે ધન્ય આ મુનિરાજને, સ્ત્રી સંગથી ન્યારા રહે જે જાણતાં નિજ તત્ત્વને.ર૮૮
અર્થ – આ મેહનો વિશ્વાસ કરવાથી મારી બધી બાજી બગડી ગઈ. અથવા આ નટડીના મેહમાં ફસાઈને મેં મારું જીવતર નકામું ગુમાવ્યું છે. એ પ્રમાણે વૈરાગ્ય પામીને ચોથી વાર નાચ કરવા વાંસ ઉપર ચઢેલે તે છેટેથી મુનિરાજને દેખે છે. જેને પિતાના મનમાં વિચાર કરે છે કે આ મુનિ મહારાજને ધન્ય છે, કે જે આત્મ તત્વના સ્વરૂપને સમજીને સ્ત્રીની સેબતથી છેટા રહે છે. ૨૮૮
એજ ભાવના ચાલે છે – દેહની દરકાર ન કરે મેક્ષ ઇચ્છા પણ કરે, સુંદર રમા વહેરાવતી પણ દૃષ્ટિ પાત્ર વિષે ધરે,