________________
ર૪૦
શ્રી વિપરિત
રાગાંધ કે નીચ હું નટડી વિષે રાગી થયા, ધિક્કાર આવા કામને ઈમ ભાવતાં કેવલ લો.ર૮૯
અર્થ –જે મુનિરાજ પિતાના શરીરની દરકાર કરતા નથી એટલે જેમને પોતાના શરીર તરફ મમતા નથી પરંતુ મેક્ષ મેળવવાની જેમની ઈચ્છા છે, તથા તેમને નટડી કરતાં પણ વધારે મને હર સુંદર સ્ત્રી હેરાવે છે તે છતાં મુનિ તે સ્ત્રી પ્રત્યે બીલકુલ નજર પણ કરતા નથી, અને તેને પાત્રાની ઉપર રાખે છે. રાગમાં અંધ થએલે હું કે નીચ છું કે મારું ઉંચુ કુળ છતાં હું આ નટડીને વિષે આસક્ત છે. આવા કામને-વિષયને ધિકકાર થાઓ. આ પ્રમાણે ભાવના ભાવતાં ક્ષેપકણિમાં આરૂઢ થઈને તેણે ત્યાંજ કેવલજ્ઞાન મેળવ્યું. ૨૮૯
કેવલી એલાચી પુત્ર પાછલા ભવની વાત કહે છે દેશનાને આપતાં નિજ રાગ હેતુ જણાવતા, મુજ પૂર્વ ભવની નારઆ જાતિતણો મદ બહુ થતા; નટડી બનીરાગી થયો હું નટ બોજ વણિગ છતાં, નટડી લહે જાતિ સ્મરણને ખ્યાન આજ વિચારતાં. ર૦
અર્થ કેવલજ્ઞાન પામી ધર્મોપદેશ આપતાં પિતાને આ નટડી ઉપર રાગ શાથી થયો? તેને ઉત્તર જણાવતાં કહ્યું કે આ નટડી પૂર્વ ભવમાં મારી સ્ત્રી હતી. તે વખતે તેણે પોતાની જાતિને ઘણે મદ કર્યો. તેથી કરીને તે મરીને આ નટડીને ભવ પામી. હું વણિગ-વ્યવહારી અથવા વેપારી