________________
ભાવના કલ્પલતા
કામથી બુદ્ધિ ફરે દુ:ખદાયીને સુખકર ગણે, જે જે રમાને દેખતા કામી ચહે તે તેહને.ર૯૮ અર્થ :—વિષયમાં આસક્ત મનુષ્યાની દુ:ખથી ભરેલી દશ અવસ્થાએ શાસ્ત્રમાં કહી છે. આ વિષય સેવનમાં ઘણું પાપ છે એમ જાણીને હે જીવ! તું તે વિષયની ઇચ્છા કરીશ નહિ. આ વિષય સેવનથી બુદ્ધિ ફરી જાય છે. અથવા ઉચિત અનુચિતનું ભાન રહેતું નથી. તથા જે વસ્તુ દુ:ખ આપનાર છે તેને વિષયી જીવ સુખકારી ગણે છે, કામી ( વિષયમાં આસક્ત ) પુરૂષા જે જે સ્ત્રીને જીવે છે, તેની તેની તેઓ ઇચ્છા કરે છે. ૨૯૮
૨૪૫
કામી જનની દુર્દશા જણાવે છે:
તસ જીવ નિત અસ્થિર રહે જો વાયુથી ચલ ઝાડને, પક્ષિની પણ દુશાને જોઈ તજ તું વિષયને; ગર્ભવતી લાખ નાર તણા તણા ઉદરને ઉદરને ફાડિને, ગર્ભ ટળવળતા હુણ'તા જેડ ખાંધે પાપને.ર૯૯ અ:-કામી પુરૂષના જીવ નિત્ય અસ્થિર રહે છે. તે ખાબતમાં વાયુથી ચપલ એવા વૃક્ષને જો. એટલે જેમ પવનથી ઝાડ અસ્થિર રહે છે તેમ કામીનું ચિત્ત અસ્થિર રહે છે. એટલે તેને કાઇ ઠેકાણે શાંતિ હાતી નથી. વિષયની ઇચ્છાથી પક્ષીની પણ ખરામ હાલત થાય છે એ જોઇને હું જીવ! તું વિષયાના ત્યાગ કરજે. કાઈક માણુસ એક લાખ ગર્ભવાળી સ્ત્રીઓના પેટ ચીરીને તેમાંના તડતા ગર્ભને મારીને જેટલું પાપ બાંધે (આગળની મીના ૩૦૦મા શ્લેાકમાં છે) ૨૯૯