________________
ભાવના કમલતા
૨૭
કામને જુલ્મ એટલે બધો છે કે સુખ ભંજન કરનાર ભિશુને પણ તે કામ છોડતો નથી. અથવા ભિક્ષુ પણ જેની આગળ જિતાય છે તેવા કામને જીતવાનું મુખ્ય સાધન એ છે કે સારા નિમિત્તોને હંમેશાં સેવવા જોઈએ ૩૦૧
શીલની બાબતમાં હિતશિક્ષા ફરમાવે છે – કડવા ફલે સ્ત્રીસંગના હૃદયે ઉતારી ભાવથી, સ્ત્રીસંગ ત્યાગી બ્રહ્યચારી એમ જાણ્યું શાસ્ત્રથી; બાંધેલ ઘોડે શીલ પાલે બ્રહ્મચારી તે નહી, દેષ કેરી ખાણ ડાકણ નાર માયાવી સહી.૩૦૨
અર્થ–સ્ત્રીની સેબતનાં ખરાબ પરિણામ ભોગવવાં પડે છે એ હકીકત યથાર્થ પણે હૃદયમાં ધારી રાખીને સ્ત્રીની સેબતનો ત્યાગ કરનાર ભવ્ય જીવો બ્રહ્મચારી કહેવાય છે એમ મેં શાસ્ત્રથી જાણ્યું છે. જેમ ઘોડારમાં બાંધેલ ઘેડ શીયલ પાળે તેથી તે બ્રહ્મચારી ન કહેવાય, તેવી રીતે ભાવ વિના શિયલ પાલે તે બ્રહ્મચારી ન કહેવાય. તથા સ્ત્રી દેષની ખાણ છે, ડાકણ, અને નકકી માયાવી એટલે છળકપટથી ભરેલી છે, એમ સમજીને હે જીવ! તેવી સ્ત્રીના પરિચયથી તું અલગ રહેજે. ૩૦૨
વૈરાગી જીવ સ્ત્રીસંગને તરછોડે છે – સ્ત્રી સંગ ચાલ્યો જા અને તેં મુંજને દુઃખી કર્યો, ભીખ માગતો પણ તેં કર્યો આવી ફસાયો તે મર્યો;