________________
૨૩૬
શ્રી વિજ્યપદ્રસૂરિકૃત કપાવી નાખી હતી. તે વખતે બાંધેલું કર્મ કલાવતીને આ ભવમાં ઉદય આવ્યું તેથી દુ:ખ પામી, માટે હે જીવ! તું કર્મના ફલને વિચાર કર. તે પિપટને જીવ મરીને શંખ નામે રાજા છે. અને તે રાજપુત્રી સુચના મરીને કલાવતી થઈ. માટે આ વાત મનમાં બરાબર યાદ રાખીને તું મેહના ચાળાને છોડ એટલે દૂર કર. ૨૮૨
ચંદન મલયાગિરિની બીના ત્રણ લેકમાં જણાવે છે – દંપતી શુભ શીલવંત પુણ્યયોગે ઇમ બને, કર્મફળ દુઃખ તેમને કદી પણ લહે ઝટ શર્મને સાર્થવાહે લેભ આપે તેય મલયાગિરિ સતી, પ્રાણથી પણ અધિક વહાલું શુદ્ધશીલ ટકાવતી.ર૮૩
અર્થ–પુણ્ય ગેજ સારા શીલવંતા સી ભરતાર હાય, એવું બને છે. કદાચ તેઓને પૂર્વે બાંધેલા કર્મના ફલરૂપ દુઃખ લેગવવું પડ્યું હોય, તો પણ તેઓ ઝટ સુખને મેળવે છે. આ બાબતમાં દષ્ટાંત એ કે–સાર્થવાહે સતી મલયાગિરિને શિયલથી ભ્રષ્ટ કરવાને લેભ દેખાડે, તે પણ તેણે પોતાના પ્રાણથી પણ વહાલા શુદ્ધ શિયલ ગુણનું રક્ષણ કર્યું. ૨૮૩ અગ્નિમાં પડવું ભલું તિમ ઝેર ખાવું પણ ભલું, કૂવે પડી મરવું ભલું પણ શીલ ખંડન ના ભલું; ભૂપ ચંદન કર્મગ વિગ રાણીને લહે, જલપૂર તણાતાં બેઉ દીકરા તેહના અલગા રહે ર૮૪