________________
૧૮૪
શ્રી વિજયપધ્ધતિ અર્થ:–વાંદરાની જાત ઘણું ચંચળ છે, એક ઠેકાણે સ્થિર રહેતી નથી. જેમ તે વાંદરાને દારૂ પાયે હોય, વળી તેને વીંછી કરડે અને ભૂત વળગે, ત્યારે તે જેમ ચારે તરફ કુદાકૂદ કરી મૂકે, તેના જેવું તું ચિત્તને સમજજે. એટલે ચિત્ત ઘણું ચંચળ છે, તેથી તે જરા વાર પણ ચપળતા મૂકતું નથી. અને જોગતૃષ્ણાને લઈને સર્વ સ્થળે ભમ્યા કરે છે. પરંતુ તે ભેગતૃષ્ણને દૂર કરવામાં આવે તો અશુચિપુંજ એટલે અપવિત્ર વસ્તુના ઢગલા સમાન સ્ત્રી વિગેરેના વિષયભેમાં મન શું આનંદ માને? એટલે તે વિષમાં આનંદ નજ માને. ર૦૩
ભગતૃષ્ણા ભયંકર પાપ કરાવે છે એમ જણાવે છે – સરખું મનુજપણું બેઉમાં દેખાય છે આ આંખથી, ત્યાં દાસ થઈને નિંધકર્મ કરાય એક મનુષ્યથી; તેમાંહિ હેતુ ભેગતૃષ્ણા તેહને જે પરિહરે, તે ના કદાપિ પાપ કરતાં સર્વ સ્થલ મોજે ફરે. ૨૦૪
અર્થ –આ આપણું આંખથી બંને મનુષ્યમાં મનુષ્યપણું સરખું જણાય છે, છતાં તેમાંના એક મનુષ્ય વડે નોકર થઈને નિંદ્ય-નિંદવાલાયક કાર્યો કરાય છે તેમાં હેતુ રૂપ લગતૃષ્ણાજ કહી શકાય. પરંતુ તે ભગતૃષ્ણને જે દૂર કરે છે તે કદાપિ પણ પાપકર્મો કરતા નથી. અને દરેક સ્થળે મોજથી ફરે છે. ૨૦૪
નિષ્કામવૃત્તિ સુખદાયક છે, એમ જણાવે છે – તેહીજ નાયક ઈંદ્રના વખણાય પંડિત વર્ગથી, તે સંત સાચી શાંતિ પામે ચકિને પણ તે નથી;