________________
ભાવના ક૯૫લતા
૨૧૧
જિનપાલજિનરક્ષિત જલધિમાં રત્નદ્વીપનીદેવીના, જુએ બાયો આશરો લઈ તેહ લિક યક્ષના.ર૪૭
અ --એ પ્રમાણે પોતાના શીલનું રક્ષણ કરવાની ચેતી રાખવી, અને સ્ત્રીની સાથે ભાષણ એટલે બીનજરૂરી બોલવું નહિ. આ પ્રમાણે શીયલનું રક્ષણ કરવાથી વાણી કીતની પ્રાપ્તિ થાય છે. જિનપાલ અને જિનરક્ષિત સમુદ્રની અંદર રતનદીપની દેવીની જાળમાં ફસાઈને તેણીના ત્રાસથી દુઃખી થયા, પરંતુ ચૌલક નામના યક્ષનો તેઓને આશરો મળે. ૨૪૭
શિયલથી જિનપાલને થયેલ લાભ જણાવે છે – સુખ પામતા પણ યક્ષ કેરૂં વેણ જિનરક્ષિત નહી, પાળે મરે દેવી તણ હસ્તે ન કામે સુખ સહી; જિનપાલ યક્ષતણું કહ્યું કરતાં લહે નિજ ગેહને, આ ભાવ આત્મામાં ઘટે કહ્યું જોઈ જ્ઞાતા સૂત્રને.૨૪૮
અર્થ: - યક્ષનો આશરો મલવાથી તેઓ સુખ પામ્યા, પર તુ જિનરક્ષિતે દેવીના મેહમાં ફસાઈ યક્ષનું વચન પાળ્યું નહિ તેથી દેવીના હાથે તેનું મરણ થયું. આથી સમજી લેવું કે વિષયમાં નકકી સુખ નથી. જિનપાલે દેવીના મેહમાં નહિ ફસાતાં ચક્ષનું કહેવું માન્યું, તેથી તે પિતાના ઘેર પહોંચે અને સુખી થયા. આ દષ્ટાન્તનું રહસ્ય આત્મામાં પણ ઘટે છે, એમ શ્રી જ્ઞાતાસૂત્ર જોઈને મેં કહ્યું છે. ૨૪૮