________________
૨૧૬
શ્રી વિજયપત્રસૂરિકૃત
અર્થ–શીયલ વ્રત મોક્ષ સુખને આપનારું છે. તે શીલ દેવને નેકર—તાબેદાર બનાવે છે એવું મુનિરાજની પાસેથી જાણીને વિજય શેઠે ગુરૂમહારાજની આગળ કહ્યું કે મારે અજવાળીયામાં સ્વદારા સંતોષ વ્રત પાળવાને નિયમ લેવાની ઈચ્છા છે. એમ જણાવીને શેઠે તે ઉત્તમ નિયમ હોંશથી લીધે. ૨૫૫. | વિજયારાણીની બીના જણાવે છે – સાધ્વી કને વિજયા સુતી શીલનો મહિમા ઘણે, કૃષ્ણપક્ષે નિયમ લેતી ભાવિયેગે બેઉને; લગ્નનો સંબંધ હતાં વિજય વિજયાને કહે, શુકલપક્ષે નિયમ કેરા ત્રણ દિવસ બાકી રહે૨૫૬
અર્થ –વિજ્યાએ સાધ્વીજીની પાસે શીયલને ઘણે મહિમા સાંભળે. તેથી તેણે કૃષ્ણ પક્ષ એટલે અંધારીયા પખવાડીયામાં શીયલ પાળવાને નિયમ લીધે. ભવિતવ્યતા વેગે (બનાવ જેગે) તે વિજય શેઠ અને વિજયાને પર
સ્પર લગ્ન સંબંધ છે. રાત્રે વિજય શેઠ વિજયાને કહે છે કે મારે અજવાળીયામાં શીયલ પાળવાનો નિયમ છે તેના ત્રણ દિવસ બાકી રહ્યા છે. ૨૫૬
વિજ્યા વિજયને પિતાને નિયમ વિગેરે કહે છે – ઈમ સુણીને ખિન્ન થઈ તે શીલને અંધારિએ, મારે નિયમ વિજ્યા કહે સુણતાં વિજયે ધરે ખેદને; બીજી રમાને પરણવા વિજયા ઘણું સમજાવતી, વિજય બોલે ના જનકના આગ્રહે આ સ્થિતિ થતી.ર૫૭