________________
રરર
શ્રી વિજયપધસૂરિકૃત
ભર્તુહરિ વિગેરેના ઉદાહરણ જણાવે છે – અમર ફળને જોઈને ભર્તુહરિ ત્યાગી બન્યો, “ના” તણો ઉત્તર સુણીને વિપ્ર પણ સાધુ થયે; ચંડપ્રદ્યતન તણી તિમ આઠ રાણી મૃગાવતી, સાથે લીએ સંયમ ઉમંગે કામને ધિક્કારતી.ર૬૬
' અર્થ–પિતાની પ્રિયા પિંગલા પાણીને આપેલું અમરફળ બીજાની પાસે જઈને વૈરાગ્ય પામીને ભતૃહરી રાજાએ ગ્રહવાસ છોડયો, તેમજ પોતાની બહેન જે પાંચસો ચોરની સ્ત્રી બની હતી તે છતાં ચે. તેના પ્રત્યે દયા લાવી બીજી સ્ત્રી લાવ્યા ત્યારે તે સ્ત્રીને કુવામાં નાખી દીધી અને જેનું સ્વરૂપ વચનથી પણ પૂછી શકાયું નહિ તેથી ભગવંતને શા સા એમ ટૂંકામાં પ્રશ્ન પૂછતાં ભગવંતે કહેલા “સા ના એવો ઉત્તર સાંભળી બ્રાહ્મણ પણ સાધુ થયો. વળી ચંડ પ્રદ્યતન રાજાની આઠ રાણીઓએ મૃગાવતી રાણીની સાથે કામનો તિરસ્કાર કરી ઉમંગ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. ર૬૬
આત્માને આ પ્રમાણે શીલશિક્ષા દેવી જોઈએ:
નારી તણાં મુખ આદિ જોઈ જીવ ! રાજી થા નહી, ખુશ કરવાનાજ બહાને વિકટ દુર્ગતિ ઘે સહી; કવિ કહે સ્ત્રીના વદનને ચંદ્ર પણ લેષ્માદિથી, ભરપૂર નરક પ્રયાણ મુખ એ લેશ પણ જુઠું નથી.ર૬૭