________________
ભાવના કલ્પલતા
૨૨૩
અર્થ–હે જીવ! સ્ત્રીનાં મુખ વગેરે અવયવોને જોઈને તું રાજી થઈશ નહિ. કારણકે ખુશ કરવાના બહાનાથી તે ભયંકર દુર્ગતિ (નરકગતિ આદિ) ને નકકી આપે છે. કવિ સ્ત્રીના મુને ભલેને ચંદ્રની ઉપમા આપે, પરંતુ ભલેષ્માદિક એટલે કફ શું વિગેરેથી ભરેલું એ મુખ નરકમાં ગમન કરાવવાનું સુe ( હાર) છે એમાં જરા પણ બે ટું નથી. ર૬૭
ના અંગેનું ખરું સ્વરૂપ આ પ્રમાણે વિચારવું – મુક્તિ જતાં આડી પડેલી સર્પિણી આ કેશની, વેણી તથા સીમંત આપે પીડ સીમંત નરકની; નાસિકા સુખનાસિકા ચુંબન ઘટાડે આયુને, કુચ કુંભ આલિંગન દિીએ ઝટ નરક કુંભીપાકને.૨૬૮ ' અર્થ:-- વાળની વેણી ( ડ) તે તે મોક્ષ તરફ જતા માર્ગમાં વચમાં આડી પડેલી સાપણ અથવા નાગણ સરખી છે, તથા સીમંત એટલે માથાની વચમાં પડેલે સેંથ સીમંત નામના નરકાવાસની પીડા આપનાર છે, અને ગ્રીની નાસિકા તો સુખનાશિકા એટલે સુખને નાશ કરનારી છે. તેમજ ચુંબન આયુષ્યને ઓછું કરે છે. કુચકુંભ એટલે સ્તન રૂપી કળશ:(ઘડો) જલદી નરકના કુંભીપાકની પીડાને આપે છે. ર૬૮
વિષયની ભાવનાને દૂર કરવાનો ઉપાય જણાવે છે નિયંત્ર થકી નિકલતાં ગર્ભ કેરી વેદના, જે વિચારે જીવ ! તે ચાલા ટલે સવિ વિષયના