________________
ભાવના કલ્પલતા
૨૧૯
-
-
આયુષ્ય તો ઘણું થોડું છે માટે હંમેશાં જરૂર વૈરાગ્ય ધારણ કરે છે અથવા વિષયોનો ત્યાગ કરવો જોઇએ ર૬૦
વિજય વિજયને હિતશિક્ષા આપે છે – પુદગલ જનિત સુખતે પરાધીન યોગ જાત ક્ષણિકએ, સત્યસુખના વિષયથી તે દુઃખ રૂપ અવધારિએક વાસ્તવિક સુખનિજરમણતા સિદ્ધપ્રભુને માનીએ, યોગ તેમ વિયોગ સાત સાતના ફલ જાણીએ.ર૬૧
અર્થ:- પુગલ જનિત એટલે પુદ્ગલના સંયોગથી થતું સુખ તે પરાધીન એટલે પરવશ છે, અને સંગથી થાય છે માટે તે સુખ ક્ષણિક જાણવું. વિષયથી સત્ય સુખ હોયજ નહિ, એમ વિચારીને તે દુઃખ રૂપજ છે એમ નક્કી જાણવું. વાસ્તવિક એટલે ખરું સુખ તે નિજ રમણતા એટલે પિતાના ઉત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણોમાં લીન થવા રૂપ છે અને તે સુખ સિદ્ધ પરમાત્માને હોય છે. એગ એટલે સુખને અનુભવ તથા વિગ એટલે દુઃખને અનુભવ તે અનુક્રમે સાતા વેદનીય તથા અસાતા વેદનીયનું ફલ જાણવું. ૨૬૧
બંને જણા સંપૂર્ણ શીલ પાલવાનો વિચાર કરે છે – દેહના વિરહ ખરું સુખ એહથી તે સ્ત્રી ! મને, વિષય ગમતા જ નથી પાલીશ હું હવે શીલને ન જણાવવી આ વાત જનની જનકને કદિ આપણા જાણશે તે આદરશું શુદ્ધ સંયમ સાધના.ર૬ર