________________
૨૧૮
શ્રી વિજયપધરિકૃત
પશુમાં દીસે શે ભેદ? આણે ભેગવ્યા સુરભેગને, તએ ન પામે તૃપ્તિ જીવો દેખ લોકપ્રકાશને.ર૫૯
અર્થ ધર્મને આનંદપૂર્વક સાધવાથી નવી જુવાની એટલે યુવાવસ્થા સફલ બને છે. ઉગતી જુવાની વિષયવાસનામાં ગાળવી તે તો મૂર્ખ એટલે અણસમજુ માણસની ચેષ્ટા છે, એમ જાણવું. કારણકે એ પ્રમાણે વર્તનારમાં અને પશુમાં શો ભેદ ગણાય. આ જીવે દેવતાઈ ગોને લગવ્યા તો પણ સંતોષ પામે નહિ, અથવા આ ભેગો એવા છે કે ગમે તેટલા લાગો તો પણ સન્તોષ થતો નથી, એટલે જેને શાંતિ થતી નથી, માટે ભેગેને ત્યાગ કરવામાં ખરું સુખ રહ્યું છે. આ બાબતના પુરાવા માટે પ્રકાશ ગ્રંથ જે જોઈએ, એટલે આ બીના શ્રી લેકપ્રકાશમાં કહી છે. ૨૫૯
દેવોના ભોગસુખનું વર્ણન કરે છેકલ્પવાસી દેવને એકવાર ભોગ ક્રિયા વિષે, વહી જાય વર્ષ હજાર બે શતપંચ દશ સમ જ્યોતિષ સહસ વ્યંતરને વરિસ શતપંચ ભુવનાધીશને, અલ્પ આયુ આપણું ધરિએ સદા વૈરાગ્યને.૨૬
અર્થ –કલ્પવાસી એટલે બાર દેવલોકના વૈમાનિક દેવતાઓનું એક વારની ગકિયામાં બે હજાર વર્ષ પ્રમાણ આયુષ્ય ચાલ્યું જાય છે. જ્યોતિર્ષિ દેવતાઓનું પંદર વર્ષ પ્રમાણ આયુષ્ય, વ્યન્તર દેવતાઓનું પાંચસો વર્ષ પ્રમાણ આયુષ્ય એક વારની ગક્રિયામાં ચાલ્યું જાય છે. અને હે પ્રિયા ! આપણું