________________
૨૧૦
શ્રી વિજ્યપધસૂરિકૃત
પણ અચાનક તે તરફ નજર જાય તો મનસંવર (મન રોકવું) ને દષ્ટિસંવર (દષ્ટિ રેકરી) એ બન્ને સંવર પાળવા –આચરવા, તેમજ ગાયની યોનિનું મર્દન કરીને એટલે મસળીને ગાયનું મૂત્ર પણ લેવું નહિ, કારણકે તેથી પણ વિકાર જાગ્રત થાય છે. ૨૪પ
સ્વપ્નમાં કુશીલભાવ થાય, તેને ઉપાય જણાવે છે – કાર્ય પ્રસંગે ચિત્તની એકાગ્રતા કરવી નહી, સ્વપ્નમાં સ્ત્રીભગ હતાં ઝટ કરી ઈરિયાવહી; એકસોને આઠ શ્વાસોચ્છવાસના કાઉસ્સગે, નિજશુદ્ધિ કરવી રાખવી શીલભાવનાનિત રગરગે.૨૪૬ ' અર્થ–સ્ત્રીની સાથે કઈ જરૂરી વ્યાવહારિક કાર્યને પ્રસંગ આવી પડે તે પણ તેને વિષે ચિત્તની એકાગ્રતા કરવી નહિ એટલે મનમાં તેની વિચારણા કર્યા કરવી નહિ. કદાચ સ્વપ્નમાં સ્ત્રીભેગની ચિતવના થઈ જાય તે જલ્દી ઈરિયાવહી પડિકમીને એકસો ને આઠ શ્વાસોશ્વાસને કાઉસગ્ન કરી એટલે સાગરવર ગંભીરા સુધી ૪ લોગસ્સને કાઉસ્સગ કરીને આત્મશુદ્ધિ તરત કરવી. એ પ્રમાણે પિતાની રગેરગે હંમેશાં શીયલની ભાવના રાખવી. ૨૪૬
જિનપાલાદિની બીને જણાવે છે – સાવચેતી રાખીએ સ્ત્રી સાથે ભાષણ વારીએ, શીલરક્ષા એમ કરતાં કીર્તાિ અનહદ પામીએ;