________________
૧૯૮
શ્રી વિજ્યપદ્યસૂરિકૃત
હલાવવા લાગ્યો. તે ડાળ હાલવાથી તે વડમાં ડાળને ચટેલ મધપુડે હતો તેમાંથી મધમાખે ઉડીને તેને ડંખ મારવા લાગી. આ પ્રમાણે તે માણસ ચારે તરફથી વેદના ભગવી રહ્યો છે. છેવટે કંટાળીને બહાર નીકળવાને રસ્તા જેવાને તેણે ઉંચું મુખ કર્યું. તે વખતે તેની ઉપરના ભાગમાં આવેલા મધપુડામાંથી મધનું એક ટીપું તેના મોંમાં પડ્યું. તેના સ્વાદથી આવી દુઃખી અવસ્થામાં સપડાએલે છતાં પણ તે સુખ માનવા લાગ્યા. રર૭ દુઃખમય સ્થિતિ આ જોઈને વિદ્યાધરે કરૂણા કરી, કહ્યું મુજ વિમાને બેસીને તું થાસુખી ચિંતા હરી; કંપજન બોલે જરા મુજ રાહ જાઓ બિંદુને, ચાટી લઉં રેકાય ખેચર તોય ન તજે સ્વાદને.રર૮
અર્થ:–આ પ્રમાણે મધનું ટીપું પડે છે તેમાં તે માણસ સુખ માને છે. પણ ચારે તરફ દુઃખથી ઘેરાએ છે તેને તેને વિચાર નથી. આવી દુઃખવાળી અવરથામાં રહેલા તેને ઉપર થઈને જતા વિદ્યારે જેવાથી તેને તેના ઉપર દયા આવી, તેથી તેણે કહ્યું કે હે ભાઈ ! તું મારા વિમાનમાં બેસ અને તારી ચિંતા દૂર કરીને તું સુખી થા. ત્યારે તે. કૂવામાં વચ્ચે લબડી રહેલા માણસે કહ્યું કે હું હમણાં આવું છું. જરા મારી વાટ જુએ. કારણ કે આ મધનું બિન્દુ પડવાની તૈયારીમાં છે, તેને હું ચાટી લઉં. તે સાંભળીને તે વિદ્યાધર થોડી વાર રેકો. તો પણ તે કૂવામાં લબડેલે માણસ મધના બિન્દુને ચાટવાની લાલસા છોડતો નથી. ર૨૮