________________
ભાવના કલ્પલતા
ર૦૫
દાસી વચનને સાંભળી ધરી ખેદ એમ વિચારતી, ધિક્કાર છે મમતા તને તું ભૂપબુદ્ધિ બગાડતી.ર૩૮
અર્થ:- રેહિણીને જોઈને નંદ રાજા તેણીના ઉપર જલદી મોહિત થયો. ત્યાર પછી તેણે પિતાના કાર્યની સિદ્ધિને માટે રોહિણી સતીની પાસે પોતાની દાસીને મોકલી. દાસીએ આવીને રોહિણીને નંદ રાજાનાં વચન સંભળાવ્યાં, તે સાંભળીને શોકાતુર થએલી તે સતી આ પ્રમાણે વિચારવા લાગી. હે મમતા એટલે વિષયેચ્છા તને ધિક્કાર થાઓ. કારણ કે તે રાજાની બુદ્ધિને બગાડી દીધી. ૨૩૮ | રોહિવટીનું દષ્ટાંત ચાલે છે સન્માર્ગમાં ભૂપતિને લાવવા ઉત્તર દીએ. આ ભલે નૃપ આજ રાતે ઇમ સુણી દાસી કને; ખુશ થઈને રોહિણીના ઘેર નૃપતિ આવતો, સત્કારતી સતીના વચનથી ભૂપ જમવા બેસતે.ર૩૯
અર્થ:–ત્યાર પછી યોગ્ય વિચાર કરીને રાજાને સન્માન ગમાં એટલે સાચા રસ્તા ઉપર (ઠેકાણે) લાવવા માટે રેસહિ
એ દાસીને જવાબ આપે કે આજે રાત્રે રાજા ભલે આવે. આ જવાબ લઈને દાસી રાજા પાસે ગઈ અને
૧ આ રેહણી એક શેઠની સ્ત્રી હતી. તેને ધણી પરદેશ ગયો હતે. તેવામાં એક વાર તે પોતાના ઘરના ગોખમાં બેઠેલી હતી તેને જોઇને નંદ રાજા તેના ઉપર મોહિત થયે. અને પિતાની દાસીને તેની પાસે મોકલીને પિતાની ઈચ્છા તેને જણાવી.