________________
૨૦૦
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ત્યારે મન્ત્રીશ્વર વિવેકપૂર્વક જવાબ આપે છે કે હુ ંમેશાં ક્ષણે ક્ષણે મારું આયુષ્ય ઘટતું જાય છે, તેા કુશળતા કયાંથી હાય ? ઈન્દ્રના અર્ધા આસન ઉપર જે બેસતા હતા તે શ્રેણિક મહારાજા પણ ચાલ્યા ગયા. મરણુથી ખેંચવાને કાઇ ઉપાય નથી, કારણ કે જેટલા જન્મ્યા તેટલા અવશ્ય મરવાના છે. કાઇ અમર રહ્યુ નથી. ૨૩૦
આયુષ્ય વધેજ નહિ, એમ દૃષ્ટાંત દઇને જણાવે છે;— અલ્પ જીવનને વધારે એ સુરપતિ વીનવે, વીર પ્રભુ ઉત્તર દીએ ત્રણ કાલ ઇમ ના સંભવે જિનરાજ ચક્રી કેશવા બલદેવ અલવતા હતા, પણ આઉખું સંપૂર્ણ હાતાં મરણપથૈ ચાલતા,ર૩૧ અર્થ :—યારે વીરપ્રભુના મરણુ કાલ નજીક આવ્યે ત્યારે ઇન્દ્ર મહારાજે ભગવાન શ્રી મહાવીર સ્વામીને કહ્યું કે હે પ્રભુ ! આપ આપનું આયુષ્ય જરાક વધારા, ત્યારે પ્રભુ મહાવીર દેવ જવાબ આપે છે કે ત્રણે કાળમાં એમ બની શકેજ નહિ. એટલે ભૂત કાળમાં કોઇનું આયુષ્ય વધ્યું નથી, વર્તમાન કાળમાં કાઇનું વધતું નથી અને ભવિષ્ય કાળમાં કાઇનું વધશે નહિ. કારણ કે તીર્થંકરા ચક્રવતી આ કેશવા એટલે વાસુદેવા તથા બલદેવા જેએ બળવાન હતા, તેએ પણ જ્યારે પાતાનું આયુષ્ય પૂરેપૂરું લાગવાઇ રહ્યું. એટલે તેઓનુ આયુષ્ય જ્યારે પૂરૂ થયું ત્યારે બીજા મનુધ્યેાની પેઠેજ મરણના માર્ગે સંચર્યો છે. એટલે અહીંથી મરીને બીજા ભવમાં ગયા. ૨૩૧.