________________
૨૦૨
શ્રી વિજયપધસૂરિકૃત
ઉંદરે જે વડની ડાળી કાપી રહ્યા છે તે બે ઉંદરના જેવું અજવાળીયુ અને અંધારી૩ (બે પક્ષ) જાણવું. તથા મધમાખીઓ તે સંસારમાં જીવને ઉત્પન્ન થતી જુદા જુદા પ્રકારની વ્યાધિઓ (ગે) જાણવી. તથા મધનું ટીપું તે ઇન્દ્રિયના વિષયે તરફનો રાગ-આસક્તિ જાણવી. એમ વિચારીને જરૂર સમજવું કે ખરું સુખ તે વૈરાગ્યમાં એટલે ત્યાગ દશામાં જ રહેલું છે. ૨૩૩
ભેગના દુઃખો વિગેરે સમજાવે છે –
નિગોદાદિક દુઃખ આગળ દેવસુખ પણ અલ્પ છે,
સ્વર્ગથી ચવનારને પણ ભ્રમણકાલ અનંત છે; કંઠ સુધી ખાનારને લંધન વિગેરે દુખ ઘણું દેવને ભાવિ વિકટ સુખ કામ ભેગાદિક તણું ર૩૪
અર્થ –આ પ્રસંગે હે જીવ! તું યાદ રાખજે કે જીવને નિગોદાદિક એટલે નિગોદ વગેરે એકેન્દ્રિયમાં પડતા દુઃખ આગળ દેવતાનાં પણ વૈષયિક સુખ કાલની અપેક્ષાએ અલ્પ એટલે ડાંજ કહેવાય. અને સ્વર્ગમાં વધારેમાં વધારે આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે તે પણ પૂરું થઈ જાય છે. અને
સ્વર્ગમાંથી એવેલા છે અનંતકાળ સુધી પણ સંસારમાં રખડે છે. જેમ ગળા સુધી ખાનારને પેટમાં દુઃખવું અથવા લાંઘણ કરવી વગેરે ઘણું દુઃખ જોગવવાં પડે છે તેમ દેને વિષયના સુખો પરિણામે ભયંકર દુખ આપે છે. ૨૩૪